પોર્ટુગલમાં એક હેલ્થ વર્કરનું ફાયઝર કંપ્નીની રસી લીધાના 48 કલાકમાં મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર 41 વર્ષીય હેલ્થ વર્કર સોનિયા અસેવેડોએ વેકસીન લીધી ત્યારબાદ તુરંત કોઈ આડઅસર જોવા મળી ન હતી. પરંતુ 48 કલાકમાં જ તેનું અચાનક મોત નીપજ્યું હતું. આ નર્સનું પીએમ કરી મોતનું કારણ જાણવામાં આવશે. આ સાથે બ્રિટન અને ફિનલેંડ અને બુલ્ગારિયામાં પણ અમેરિકી કંપ્ની ફાઈઝરની કોરોના રસીની આડ અસરોના કેસ જોવા મળ્યા હતા.

41 વર્ષની મહિલા વ્યવસાયે સ્વાસ્થ્ય કર્મચારી હતી. એક રિપોર્ટ અનુસાર ફાઇઝરની રસી લગાવ્યાના અંદાજે 48 કલાક બાદ સોનિયા અકેવેડોનું અચાનક જ મોત થયું છે.

મળતી માહિતી અનુસાર સોનિયા પોર્ટો શહેરનાના Portuguese Institute of Oncology માં કામ કરી રહી હતી. તેઓને કોઈ ગંભીર બીમારી કે સાઈડ ઈફેક્ટ ન હતી. વેક્સિન લેતા પહેલાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી. સોનિયાના પિતા સબિલિયો અસેવેડોએ માહિતી આપતાં કહ્યું કે તે પહેલાં એકદમ સ્વસ્થ હતી. તેને હેલ્થ રીલેટેડ કોઈ તકલીફ ન હતી. તેનામાં કોરોનાના કોઈ લક્ષણો પણ ન હતા અને એક દિવસ પહેલાં તેમને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. તેઓએ કહ્યું કે તેને શુ થયું કે તેનું મોત થઈ ગયું તેનો મને જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે સોનિયા 2 બાળકોની માતા પણ હતી.

પોર્તુલગ ઈંસ્ટીટ્યુટ ઓફ ઓનકોલોજીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સોનિયાને 30 ડિસેમ્બરે રસી આપવામાં આવી હતી અને 1 જાન્યુઆરીએ અચાનક તેનું મોત નીપજ્યું હતું. સોનિયાને રસી આપ્યા બાદ કોઈ આડઅસરો પણ જોવા મળી ન હતી. મોતના કારણની જાણકારી મેળવવામાં આવી રહી છે. આ સિવાય જે દર્દીઓને આડ અસર થઈ રહી છે તેમાં સૌથી વધુ શરીરમાં દુખાવો, સુસ્તી અને શરીરના તાપમાનમાં વધારો જેવી ફરિયાદો વધારે છે.