નવી દિલ્હીઃ અમેરિકા, ઇટાલી બાદ હવે સ્પેનમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સ્પેનમાં કોરાનાથી મરનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે મોતનો આંકડો 53 હજારને પાર પહોંચી ગયો છે.

દુનિયામાં કોરોનાના કેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. Johns Hopkins યુનિવર્સિટી અનુસાર દુનિયાભરમાં કુલ 10,15,403 લોકો કોરોનાથી સંક્રમિત છે, આમાં 53000 લોકોના મોત થઇ ચૂક્યા છે,



સ્પેનમાં એકજ દિવસમાં 961ને કોરોના ભરખી ગયો છે. યુરોપીય દેશ સ્પેનમાં કોરોનાનું સંક્રમણ બહુજ ઝડપથી વધી રહ્યું છે. સ્પેનમાં હાલ મોતોનો આંકડો 10,348 પહોંચી ગયો છે.



યુરોપના 11 દેશો કોરોનાના ઝપેટમાં બરાબરના ફસાયા છે. જેમાં ઇટાલીથી લઇને સ્પેન અને બ્રિટન સહિતના દેશો સામેલ છે. ઇટાલી, અમેરિકા, ફ્રાન્સ બાદ સ્પેન ચોથો દેશ છે જેમાં કોરનાના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.