વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સાવચેત કર્યા છે કે જો અત્યારે જેવું ચાલે છે તેવું જ રહ્યું તો કોરોના વાયરસનો સૌથી ખતરનાક સ્ટ્રેઈન ડેલ્ટા અન્ય સ્ટ્રેઈનની તુલનામાં વધારે હાવી થવાનું જોખમ છે. WHOની આ ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે 85 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યાની પુષ્ટિ થઈ છે અને વિશ્વના અન્ય દેશોમાં તેના કેસ સતત વધી રહ્યા છે.
WHO તરફથી 22 જૂનના રોજ બહાર પાડવામાં આવેલ કોરોનાના સાપ્તાહિક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તર પર આલ્ફા સ્વરૂપ 170 દેશો કે વિસ્તારમાં મળી આવ્યા છે, બીટા સ્વરૂપ 119 દેશમાં, ગામા સ્વરૂપ 71 દેશમાં અને ડેલ્ટા સ્વરૂપ 85 દેશોમાં હોવાની પુષ્ટિ થઈ છે.
ડેલ્ટા વિશ્વભરના 85 દેશોમાં મળી આવ્યો
એપડેટમાં કહ્યું છે કે, “ડેલ્ટા વિશ્વભરના 85 દેશોમાં મળી આવ્યો છે. WHO અંતર્ગત તમામ વિસ્તાર કે અન્ય દેશોમાં પણ તેના કેસ સામે આવી રહ્યા છે, જેમાંથી 11 ક્ષેત્રોમાં વિતેલા બે સપ્તાહમાં કેસ સામે આવ્યા છે.” WHOએ કહ્યું કે ચાર હાલના ચિંતાજનક વેરિએન્ટ – આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા પર નજર રાખવામાં આવી રહી છે જે મોટા પાયે ફેલાયેલા છે અને WHO અંતર્ગત આવનાર તમામ ક્ષેત્રોમાં તે મળી આવ્યા છે. તેણમે કહ્યું કે, “ડેલ્ટા સ્વરૂપ આલ્ફા સ્વરૂપ કરતાં અનેકગણું સંક્રામક છે અને હાલ જેવી જ સ્થિતિ રહી તો તે વધારે હાવી થવાની શક્યતા છે.”
ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ
દેશના આઠ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ મળી ચુક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. જે રાજ્યોમાં કેસ મળ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સામેલ છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વાયરસથી બે લોકો સંક્રમિત થયા હોવાની પુષ્ટિ બાદ એક મહિલાનું 23 મેના રોજ નિધન થયું હતું. મહારાષ્ટ્રના સાત જિલ્લામાં અત્યાર સુધીમાં ડેલ્ટા સ્વરૂપના 21 દર્દી મળ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમએ સૂચના આપી હતી કે, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વર્તમાનમાં ચિતાજનક વેરિએન્ટ છે. જેમાં ઝડપથી પ્રસાર, ફેફસાંની કોશિકાઓના રિસ્પેટરથી મજબૂતીથી ચોટવા અને મોનોક્લોનલ એન્ટીબોડી પ્રતિક્રિયામાં સંભવિત કમી જેવી વિશેષતા છે.