Coronavirus:અમેરિકામાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 700,000 થઈ ગઈ. જો કે, આ તે સમયે બન્યું છે જ્યારે ડેલ્ટા વેરિએન્ટને કારણે કોવિડ કેસોમાં ઘટાડો થયો છે અને હોસ્પિટલો પર દબાણ ઘટી રહ્યું છે. અમેરિકામાં મૃત્યુઆંક છ લાખથી સાત લાખ સુધી પહોંચવામાં સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. અમેરિકામાં જે લોકોએ રસી નથી લીધી એવા લોકોમાં ડેલ્ટા વેરિયન્ટે તબાહી મચાવી છે.
કોરોનાથી થનાર મોતની આટલી મોટી સંખ્ચા સ્વાસ્થ્ય નેતાઓ અને ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ માટે વિશેષ રીતે નિરાશાજનક છે. એવું એટલા માટે કે, છેલ્લા 6 મહિનાથી અહીં બધા જ યોગ્ય લોકો માટે વેક્સિન ઉપલબ્ધ છે. રસી મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુ દર ઘટવાના પણ મજબૂત પુરાવા છે. આ પછી પણ, 70 મિલિયન યુએસ નાગરિકો એવા છે, જે રસી મેળવવા માટે પાત્ર છે, જેમણે હજી સુધી ડોઝ નથી લીધો. આ કારણે, આ લોકોમાં વાયરસ ઝડપથી ફેલાયો છે. જે લોકોને રસી મળી નથી તેવા લોકોમાં એ વ્યક્તિઓ સામેલ છે. જે રસી વિશે શંકા વ્યક્ત કરી રહ્યા છે.
કોરોનાના કેસમાં થયો ઘટાડો
દેશભરમાં કોવિડથી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં આ સંખ્યા 93,000 હતી, જે હવે 75,000 પર પહોંચી ગઈ છે. નવા કેસ પણ દરરોજ ઘટી રહ્યા છે, દરરોજ સરેરાશ 1,12,000 કેસ નોંધાય છે, છેલ્લા અઠવાડિયામાં એક તૃતીયાંશ ઘટાડોથ યો છે. જો આપણે કોરોના મૃતકોની સંખ્યા વિશે વાત કરીએ, તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક સપ્તાહ પહેલા, જ્યાં દરરોજ 2,000 લોકો મરી રહ્યા હતા, હવે તે ઘટીને 1,000 પર આવી ગયા છે. ઉનાળામાં કોરોનાથી સુધરેલી પરિસ્થિતિ માટે માસ્ક પહેરવું અને રસીને જવાબદાર ગણાય છે.
વેક્સિન લેવી બેહદ જરૂરી
અમેરિકાના ટોચના ચેપી રોગના નિષ્ણાત ડો.એન્થોની ફૌસીએ શુક્રવારે ચેતવણી આપી હતી કે, કેટલાક લોકો પ્રોત્સાહક આંકડાઓ જોઈ રહ્યા છે, પરંતુ આનો અર્થ એ નથી કે રસી વગર રહેવું. તેમણે કહ્યું, 'એક સારા સમાચાર છે કે કોરોનાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમારે રસી ન મળવા માટે દલીલ કરવી જોઈએ.બીજી બાજુ, એવો ભય પણ છે કે જે લોકો ફલૂની ચપેટમાં છે તેઓ પણ કોરોનાનો શિકાર બની શકે છે. તેનાથી હોસ્પિટલો પર દબાણ વધી શકે છે.
આ પણ વાંચો
કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવનાર ESIC સભ્યોને ત્રણ મહિનાનો પગાર મળશે - શ્રમ મંત્રી
ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, હવે આ જરૂરી પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે