ટ્રંપે ટ્વિટ કરીને કે, “ વૈશ્વિક પોસ્ટ વોટિંગથી 2020ની ચૂંટણી ઇતિહાસની સૌથી મોટી ખોટી અને છેતરપિંડીવાળી રહેશે. અને અમેરિકા માટે આ ખૂબજ શરમજનક હશે. ” તેમણે કહ્યું કે, ચૂંટણી મોડી કરવામાં આવે, જ્યાં સુધી લોકો સારી રીતે, સુરક્ષિત અને સુરક્ષિત થઇને મતદાન કરી શકે ?
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1,50,000ને પાર પહોંચી ગઈ છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધી 4,426,000 કેસ સામે આવ્યા છે અને દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ છે.