લંડનઃ કોરોના વૈશ્વિક મહામારીનો સામનો કરવા દુનિયાના વૈજ્ઞાનિકો દિવસ-રાત એક કરી રહ્યા છે. હવે વિશ્વભરની નજક ટોસિલિઝુમૈબના પરિણામો પર છે. આગામી સપ્તાહે તેના પરિણામ આવવાની આશા છે. મેલ ઓનલાઇન મુજબ આ દવા સંધિવાની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.


ટોસિલિઝુમૈબ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા કોરોના વાયરસથી માણસની ઈમ્યુન સિસ્ટમને નુકસાન પહોંચાડવાથી અટકાવે છે. રિપોર્ટ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ કોરોના વાયરસ સંક્રમણનો શિકાર બને છે ત્યારે તેની ઈમ્યુન સિસ્ટમ વધારે સક્રિય થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આ પ્રતિક્રિયાને રોકી દેવામાં આવે તો દવા ઈંફ્લેમેશનને ઘટાડી કે ખતમ કરી શકે છે. કારણકે કોરોના વાયરસથી ઈમ્યુન સિસ્ટમમાં આવનારા તોફાનના કારણે ઈન્ફલેમેશન જ થાય છે. તેથી સંધિવાની દવા સારવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

રિપોર્ટ મુજબ, ટોસિલિઝુમૈબની ટ્રાયલ અનેક દેસોમાં એક સાથે કરવામાં આવી રહી છે અને આગામી સપ્તાહ સુધી તેના પરિણામ આવવાની આશા છે. વૈજ્ઞાનિકો મુજબ ટ્રાયલમાં વિશ્વભરની 60 હોસ્પિટલોમાં 450 કોવિડ-19 દર્દી સામેલ છે. રિસર્ચકર્તાના કહેવા મુજબ, આ દવા ટ્રાયલમાં સફળ રહેશે તો કોરોના વાયરસ સામે અસરકારક સાબિત થનારી બીજી દવા હશે.

આ પહેલા સ્ટિરોઈડ ડેક્સામેથાસોનના કોરોના દર્દી પર અસરકારક પરિણામની વાત સામે આવી ચુકી છે. ભારતમાં દવા નિર્માતા સ્ટિરોઇડ ડેક્સામેથાનસોન દવાની ઉપયોગીતા બતાવી ચુક્યા છે. આ દવા ફેફસા અને શ્વાસ સંબંધી બીમારીની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.