USA Corona Cases: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમયે અમેરિકામાં રોજના બે લાખથી વધુ કેસ નોંધાતા હતા. અમેરિકાના બે વખત રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે હું કોરોના પોઝિટિવ થયો છું. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો છે, પરંતુ હું ઠીક અનુભવું છું.


ટ્વિટમાં તેમણે એમ પણ લખ્યું કે, મેં અને મિશેલે રસી લઈને ઠીક કર્યું છે. મિશેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે લોકોને રસી લેવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે જો તમે રસી નથી લીધી તો લેવા યાદ અપાવું છે, ભલે કેસ ઓછા હોય. તેમનો કહેવાનો મતલબ એ છે કે કોરોના હજી ગયો નથી.






યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીના મધ્યમાં દરરોજના સરેરાશ 810,000 કેસોની સરખામણીમાં યુએસના દૈનિક કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો હતો, જેમાં માર્ચના મધ્યમાં દરરોજ સરેરાશ 35,000 કેસ નોંધાયા હતા. યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ યુનાઇટેડ સ્ટેટ્સમાં પાંચ અને તેથી વધુ વયના તમામ લોકોમાંથી 80 ટકાથી વધુ લોકોએ COVID-19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવ્યો છે.


આ પણ વાંચોઃ


Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે ક્યારે થશે વાતચીત ? જાણો મોટા સમાચાર


Russia Ukraine War: રશિયાએ યુક્રેનમાં 7 હોસ્પિટલ કરી તબાહ, 104ને પહોંચાડ્યું નુકસાન


દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ


Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત