10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું, “આજે બપોરે પીએમની હાલત બગડી ગઈ હતી ત્યાર બાદ તેમને ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે.”
બોરિસ જોનસનને માર્ચના અંતમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ બ્રિટિશ પીએમે પહેલા થોડા દિવસ સુધી ખુદને આઈસોલેટ કરી લીધા હતા. જોકે જોનસનની ઓફિસ તરફતી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેની હાલત સ્થિર છે. તેમને વેન્ટીલેટરની જરૂરત નથી.
રવિવારે બ્રિટિશ પીએમઓએ પણ માહિતી આપી હતી કે ડૉકટર્સની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જો કે ત્યાં કોઈ ઇમરજન્સી કોઇ સ્થિતિ નથી અને જોન્સનની સરકારના વડા તરીકે કામ કરાતં રહેશે. પીએમઓએ આને સાવચેતીભર્યું પગલું ગણાવ્યું હતું. આઇસોલેશન દરમ્યાન બ્રિટિશ વડાપ્રધાને પોતાનું જરૂરી કામકાજ ચાલુ રાખ્યું હતું અને ઘણા વીડિયો સંદેશ પણ રજૂ કર્યા હતા. શુક્રવારે રજૂ કરાયેલા એક વીડિયો મેસેજમાં 55 વર્ષના જોન્સને જાહેરમાં કહ્યું કે તે પહેલા કરતાં વધુ સારું મહેસૂસ કરી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બોરીસ જોન્સનના સ્વાસ્થય માટે ટ્વીટ કરી. તેમણે લખ્યું, ‘નિશ્ચિંત રહે પીએમ બોરિસ જોન્સન. હું આશા રાખું છું કે તમે ઝડપથી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ જાઓ તેવી આશા કરું છું. નોંધનીય છે કે પીએમ મોદી સતત મિત્ર દેશોના વડાઓ સાથે સંપર્કમાં છે અને કોરોના વાયરસ સામેની લડતમાં સહયોગ કરી રહ્યા છે.
તમને જણાવીએ કે, બ્રિટેનમાં અત્યાર સુધી 50 હજારથી વધારે લોકોને આ જીવલેણ વાયરસનો ચેપ લાગી ચૂક્યો છે. અહીં અત્યાર સુધી 51608 લોકોનો કોરોના સંક્રમિત દર્દી થઈ ગયા છે. ઉપરાંત બ્રિટેનમાં 5373 લોકોના મોત થયા છે. ગંભીર વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં સંક્રમિત લોકો હોવા છતાં માત્ર 135 લોકો જ રિકવર થઈ શક્યા છે. છેલ્લા 24 કલાકમાં 3800 નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે બ્રિટેનમાં 24 કલાકમાં 439 લોકોના મોત થયા હતા.