નવી દિલ્હીઃ ઈઝરાયલના પ્રધાનમંત્રીએ બીજા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે કેબિનેટના ફેંસલાની પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી. ત્રણ સપ્તાહ સુધી લાદવામાં આવેલું લોકડાઉન 9 ઓક્ટોબરે ખતમ થશે. આ રીતે ઈઝરાયલ વિશ્વમાં બીજી વખત કડક લોકડાઉન લગાવનારો પ્રથમ દેશ બની ગયો છે.
બેંજામિન નેતન્યાહૂએ કહ્યું, હું જાણું છું કે તમામે તેની મોટી કિંમત ચુકવવી પડશે. આ રજાના દિવસો નથી. આપણે પરિવાર સાથે ઉત્સવ મનાવવાની સ્થિતિમાં નહીં હોઈએ. મને લાગે છે કે જો તમામ લોકો નિયમોનું પાલન કરશે તો કોરોના વાયરસને હરાવી શકાશે.
આ દરમિયાન ઈઝરાયલ સરકારમાં સામેલ એક મંત્રીએ કેબિનેટના ફેંસલાનો વિરોધ કરતાં રાજીનામું આપ્યું છે. જોકે, શરૂઆતના સ્તર પર સંક્રમણ રોકવા ઇઝરાયલે લીધેલા પગલાની ભારે પ્રશંસા થઈ હતી. પરંતુ મામલા વધતાં સરકારે સામે વિરોધ ઉગ્ર બન્યો હતો.
ઈઝરાયલમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એક વખત વધી રહ્યો છે. સંક્રમણના મામલા દોઢ લાખથી વધારે થઈ ગયા છે. હાલ લોકડાઉનના કારણે યહૂદીઓ તહેવારો નહીં મનાવી શકે.