નવી દિલ્હીઃ કૉવિડ-19થી સંક્રમિત કોષિકાઓની પહેલીવાર તસવીર સામે આવી છે. જેનાથી સંક્રમણના ફેલાવવાને સીમિત કરવા માટે માસ્ક પહેરવુ જરૂરી બની જાય છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી ઇમેજમાં કોરોના વાયરસના અંશોની સંખ્યાને બતાવવામાં આવી છે.


વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે હવે કોરોના વાયરસથી સંક્રમિત શક્લને છોડવામાં આવી તો તસવીર પુરેપુરી સ્પષ્ટ થઇ જાય છે. તેમને તસવીર હાંસલ કરવા માઇસના લંગની કોષિકાઓમાં તેને છોડ્યો. ત્યારબાદ તેમને 96 કલાક સુધી કોષિકાઓનુ અધ્યયન કર્યુ, આ માટે તેમને ઉચ્ચ ક્ષમતા વાળા સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રૉસ્કૉપ ટેકનિકની મદદ લીધી. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત આ તસવીરોને રંગીન બનાવીને રજૂ કરવામાં આવી છે. ઉચ્ચ ક્ષમતાથી વધારવામાં આવેલી આ તસવીરમાં કૉવિડ-19ના ધનત્વ અને ઢાંચાને જાણી શકાય છે. તસવીર બતાવે છે કે માનવ શ્વસન તંત્રની અંદર પ્રતિ કોષિકા વાઇરનની સંખ્યા કેવી રીતે પેદા થાય છે, અને છોડવામાં આવે છે.

વાયરન પુરેપુરી વાયરસના કણ હોય છે, જે પ્રૉટીન કૉટની સાથે આરએનએ કે ડીએનએથી બનેલા હોય છે. વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યુ કે આ તસવીરોની મદદથી સમજી શકાય છે કે કેવી રીતે કૉવિડ-19થી સંક્રમિત વ્યક્તિના કેટલાય અંગે સંક્રમણના ફેલાવા સ્ત્રોત હોય છે. વાયરલ લૉડ નક્કી કરે છે કે બીજાઓ સુધી વાયરસ ટ્રાન્સમિશનની ફ્રીકવન્સી કેટલી છે. તેમને કહેવુ છે કે તાજેતરમાંજ ચાલી રહેલા કોરોના વાયરસની તસવીર માસ્કના વપરાશ અંગેનુ મહત્વ સમજાવી રહી છે.જેનાથા કૉવિડ-19 ફેલાતા રોકી શકાય છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ તસવીરને જાહેર કરી છે.