China Coronavirus: ચીનમાં અત્યારે કોરોનાથી હાહાકાર મચી ગયો છે અને એકમોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. તાજા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં યુવાઓ ખુદને જાણીજોઇને કોરોનાથી સંક્રમિત કરી રહ્યાં છે. ખરેખરમાં ચીનની વસ્તીનો એક મોટો ભાગ અત્યાર કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યો છે કેમ કે આ લોકોને વેક્સીન નથી મળી શકી. 


આવામાં કેટલાય યુવાઓનુ માનવુ છે કે એકવાર કોરોનાથી સંક્રમિત થઇ ગયા તો તેમનામાં એન્ટી બૉડી ડેવલપ થઇ જાય છે. જેના કારણે ફરીથી સંક્રમિત થવાની બચી શકાય છે. આ કારણે અહીં ચીની યુવાઓ પોતાની જાતને જાણી જોઇને કોરોનાથી સંક્રમિત કરી રહ્યાં છે. 


એક મીડિયા રિપોર્ટ અનુસાર, શાંધાઇમાં એક 27 વર્ષીય કૉમ્પ્યૂટર કૉડરે બતાવ્યુ કે તે ખુદને વાયરસના સંપર્કમાં લાવ્યો કેમ કે તેનુ માનવુ છે કે, તે આનાથી ઠીક થઇ જશે, અને પછી પોતાની રજાઓના સમયે કોરોના પૉઝિટીવ નહીં થાય. કૉડરે કહ્યું કે તેને વેક્સિન નથી લીધી. કોરોનાના કારણે તે પોતાનો પ્લાન નથી બદલવા માંગતો. તેનું કહેવુ હતુ કે એકવાર કોરોના સંક્રમિત થવા પર તે જલદી રિકવર થઇ જશે અને ફરીથી સંક્રમિત નહીં થાય.


China Covid Surge: ચીનમાં આવશે કોરોનાની સુનામી, 13 જાન્યુઆરીએ પ્રથમ પીકની સંભાવના, એક્સપર્ટે કર્યો દાવો


કોરોના ચીનમાં સ્થિતિ વધુ ખરાબ કરશે


જો સ્વાસ્થ્ય નિષ્ણાતોનો દાવો સાચો ઠરશે તો  ચીનમાં હાહાકાર મચી જશે .કારણ કે ચીનના મોટા ભાગના પ્રાંતોની હોસ્પિટલોની અંદર અને બહાર હજુ પણ દર્દીઓની ભારે ભીડ છે. અહીં લોકોને સારવાર માટે જગ્યા નથી મળી રહી. અગ્નિસંસ્કાર માટે પણ જગ્યા નથી. લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.


ચીનની ગંભીર હાલતથી WHO પણ ચિંતિત


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીનમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ચિંતિત છે.  WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચીનની બગડી રહેલી હેલ્થકેર સિસ્ટમને મદદ આપવામાં આવશે. તેની સાથે જ ચીનની સરકારને કોરોનાવાયરસને ટ્રેક કરવા અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને રસી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તાજેતરમાં, WHOના ડાયરેક્ટર-જનરલએ  ચીની અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ફરીથી ચીનમાં કોરોના રોગચાળાની સ્થિતિ પર રીઅલ-ટાઇમ ડેટાની માંગ કરી હતી.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડબ્લ્યુએચઓએ ચીન પાસે જેનેટિક સીક્વેન્સિંગ, હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુ થયેલા વ્યક્તિ, અને ખાસ કરીને નબળા અને સંવેદનશીલ લોકો સહિત રોગની અસર અંગે ચર્ચા કરી હતી. આ માહિતી WHO વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.  60 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ અંગેનો ડેટા પણ માંગવામાં આવેલો છે. વધુમાં, WHOએ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ગંભીર બીમારી અને મૃત્યુથી બચાવવા માટે રસીકરણ તથા બૂસ્ટર ડોઝ પર ભાર મૂક્યો.