સમાચાર એજન્સી એફએફપી મુજબ, બુધવારે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર બપોરે એક વાગ્યા સુધીમાં કોરોના વાયરસથી દુનિયાભરમાં લગભગ 200,680 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને આઠ હજારથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે.
કોરોના વાયરસના કારણે અનેક દેશોમાં લોક ડાઉન જેવી સ્થિતિ છે અને તેની અસર અર્થવ્યવસ્થા પર પડી રહે છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીથી દુનિયાભરમાં બેરોજગારી ખુબજ ઝડપી વધશે અને લગભગ અઢી કોરોડ લોકો તેના બેરોજગાર થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગગઠને પોતાની એક રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું કે, “રોજગારીમાં ઘટાડો થવાથી કર્મચારીઓના વેતન પણ મોટું નુકસાન થશે.” સંગઠન અનુસાર કર્મચારીઓને 2020ના અંત સુધી 860 અરબ ડોલર થી 3400 અરબ ડોલરનું નુકસાન ભોગવવું પડી શકે છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત 151 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. દિલ્હીમાં સંક્રમિત 10 કેસ સામે આવ્યા છે. જેમાં એક વિદેશી સામેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિદેશી સહિત 16 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 41 કેસ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે વિદેશમાં રહેતા ભારતીયોની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી 276 ભારતીયો કોવિડ-19થી સંક્રમિત છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. ઈરાનમાં 225, યૂએઈમાં 12, ઈટાલીમાં 5 આ સિવાય હૉંગકૉંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક એક ભારતીય કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.