ઈટાલીમાં નથી અટકતો મોતનો સિલસિલો
ઈટાલીમાં કોરોના વાયરસના કારણે લોકોના મોતનો સિલસિલો નથી અટકી રહ્યો. સંક્રમણ, મૃત્યુ અને ઠીક થવાની કુલ સંખ્યા વદીને 97 હજાર 689 પર પહોંચી ગયો છે. ઈટાલીમાં 21 ફેબ્રુઆરી પ્રથમ વખત મહામારી ફેલાયા બાદ મૃતકોની સંખ્યા વધીને 10,779 થઈ છે. સંક્રમિત લોકોમાં 26,676 હોસ્પિટલમાં દાખલ છે.
સ્પેનમાં 24 કલાકમાં 838 લોકોના મોત
સ્પેનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 838 લોકોના મોત થયા છે. સ્પેનમાં સતત ત્રીજા દિવસે મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં Lockdown લાગુ કરવામાં આવ્યું છે અને અધિકારીઓને નવા મામલામાં ઝડપથી ઘટાડો થવાની આશા છે. દેશમાં 6803 લોકોના મોત થયા છે અને 80000થી વધારે સંક્રમિત છે.
અમેરિકામાં 2600થી વધુના મોત
અમેરિકામાં કોરોના વાયરસથી મોતનો આંકડો 2400ને પાર કરી ગયો છે. ત્રણ દિવસમાં બમણો વધારો થયો છે અને તેમાંથી 25 ટકા મોત ન્યૂયોર્કમાં થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી 1,42,047 લોકો સંક્રમિત છે. અમેરિકાના અધિકારીના જણાવ્યા મુજબ, કોરોના વાયરસના સંક્રમણથી દોઢથી બે લાખ લોકોના મોત થઈ શકે છે.
ચીનમાં સ્થિતિ પડી રહી છે થાળે
ચીનના વુહાન શહેરમાં ગત વર્ષે વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, જે બાદ હવે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ જન સ્વાસ્થ્યને સૌથી મોટો ખતરો સંક્રમણથી થનારા મામલાથી છે. આશરે દોઢ મહિનાના લોકોડાઉન બાદ વુહાન પરત ફરી રહેલા સ્થાનિક લોકોની મદદ કરી રહેલા વ્યક્તિએ કહ્યું, શરૂઆતમાં અમે વધારે ભયભીત હતા અને વિચારતા હતા કે વિદેશ જ સુરક્ષિત છે પરંતુ હવે અલગ સ્થિતિ છે.