લંડનઃ વિશ્વભરના 210 દેશોમાં કોરોના વાયરસ મહામારીથી મરનારા લોકોની સંખ્યા બે લાખ સત્તર હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 76,286 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે મૃતકોની સંખ્યામાં 6,351નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, વિશ્વભરમાં અત્યાર સુધીમાં આશરે 31 લાખ 36 હજાર 232 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 2 લાખ 17 હજાર 799 લોકોના મોત થયા છે. જોકે, 9,53,245 લોક સંક્રમણ મુક્ત થયા છે.

વિશ્વમાં ક્યાં કેટલા કેસ

વિશ્વભરમાં કુલ મામલામાં આશરે એક તૃતીયાંશ મામલા અમેરિકામાં સામે આવ્યા છે અને એક ચતૃથાંશ મોત પણ અમેરિકામાં થયા છે. અમેરિકા બાદ સ્પેન કોવિડ-19થી પ્રભાવિત થનારો બીજો દેશ છે. સ્પેનમાં 2,29,422 લોકો સંક્રમિત થયા છે. મોતના મામલે ઈટાલી બીજા નંબર પર છે. ઈટાલીમાં 26,977 મોત થયા છે. જ્યારે 1,99,414 સંક્રમિત થયા છે. જે બાદ ફ્રાંસ, જર્મની, યૂકે, ઈરાન, ચીન, રશિયા, બ્રાઝિલ, કેનેડા જેવા દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

  • ફ્રાંસઃ કેસ- 1,65,911, મોત- 23,660

  • યૂકેઃ કેસ- 1,61,145, મોત-21,678

  • જર્મનીઃ કેસ-1,59,912, મોત-6,314

  • તુર્કીઃ કેસ- 1,14,653, મોત-2992

  • રશિયાઃ કેસ- 93,558, મોત-867

  • ઈરાનઃ કેસ- 92,584, મોત- 6877

  • ચીનઃ કેસ- 82,836, મોત-4633

  • બ્રાઝીલઃ કેસ- 72,899, મોત-5063

  • કેનેડાઃ કેસ- 50,026, મોત- 2859

  • બ્રાઝીલઃ કેસ- 47,334, મોત- 7331