અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે મૃત્યુ પામેલા વ્યક્તિથી કોરોના નથી ફેલાતો પરંતુ થાઈલેન્ડની એક ઘટનાએ વૈજ્ઞાનિકોના વિચારને ફરી એક વખત બીજી તરફ વાળી દીધા છે. જણાવવામાં આવે છે કે અહીં એક વ્યક્તિમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિથી કોરોના વાયરસ ફેલાયો. અત્યાર સુધીની જાણકારી મુજબ મૃત્ય પામેલા વ્યક્તિથી કોરોના વાયરસ ફેલાવાની પ્રથમ ઘટના છે. ફોરેન્સિક અને લીગલ મેડિસીન પત્રિકામાં પ્રકાશિત લેખમાં જણાવવામાં આવ્યું છે કે ફોરેન્સિક વિશેષજ્ઞોને કોરોના વાયરસના કારણે મૃત્ય પામેલા દર્દીઓથી વાયરસ ફેલાવાનું શક્યતા ઓછી છે પરંતુ તેમના જૈવિક નમૂના અન શબથી વાયરસ ફેલાવાનો ખતરો ખૂબ વધારે હોય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ કોરોના વાયરસ શબની અંદર થોડા કલાકો સુધી જીવિત રહી શકે છે. પરંતુ વધુ નથી જણાવાયું કે વાયરસ મૃતકની અંદર કેટલા સમય સુધી રહ શકે છે? પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના વાયરસથી પીડિત જીવતો હોય કે મૃત તેનાથી બચવા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે.