નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સમગ્ર વિશ્વમાં 1.11 કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. વર્લ્ડોમીટર મુજબ છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં બે લાખ 8 હજાર 270 મામલા સામે આવ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી એક કરોડ 11 લાખ 81 હજાર લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 28 હજારને પાર પહોંચી ગઈ છે.

અમેરિકામાં હજુ પણ કોરોનાના સૌથી વધારે સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોચ પર છે. અહીંયા 28.90 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1 લાખ 32 હજારથી વધારે લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 41,988 હજાર નવા મામલા સામે આવ્યા અને 1,264 લોકોના મોત થયા છે. બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા વિશ્વમાં ઝડપથી વધી રહી છે.

  • અમેરિકાઃ કેસ-28,90,588, મોત- 1,32,101

  • બ્રાઝીલઃ કેસ-15,43,341, મોત- 63,254

  • રશિયાઃ કેસ- 6,67,883, મોત- 9,859

  • ભારતઃ કેસઃ 6,49,889, મોત- 18,669

  • સ્પેનઃ કેસઃ 2,97,625, મોત- 28,385


14 દેશમાં બે લાખથી વધારે કેસ

બ્રાઝીલ, રશિયા, સ્પેન, યુકે, ઈટાલી, ભારત, ચિલી, ઈટાલી, ઈરાન, મેક્સિકો, પાકિસ્તાન, તુર્કી, સાઉથ અરબ સહિત કુલ 14 દેશમાં કોરોના મામલાની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. જર્મનીમાં પણ 1 લાખ 90 હજારથી વધારે મામલા આવ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધારે મામલે આઠમા ક્રમે છે, જ્યારે મોતના લિસ્ટમાં આઠમા નંબર પર છે.