લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે. ભારતમાં 1337 લોકો તેની ઝપેટમાં આવી ચુક્યા છે અને 40 લોકોના મોત થયા છે. જ્યારે વિશ્વમાં 7,85,979 લોકો ભોગ બન્યા છે અને 37,800 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી વધી રહેલા મોતના આંકડા દરમિયાન એક વાત સામી આવી છે કે કોરોનાથી અનેક યુવાનો, સ્વસ્થ અને ફિટ લોકોના મોત પણ થયા છે.


એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ કહ્યું કે કોરોનાથી વૃદ્ધોને વધારે ખતરો છે, જેને યુવાનોએ ખોટા અર્થમાં લીધું. અનેક દેશોમાં યુવાનોએ પ્રતિબંધને ગણકારતાં પાર્ટી કરતા રહ્યા અને બહાર છૂટથી ફરવા સાથે લોકોને મળતા રહ્યા. જેના કારણે કોરોનાનાં સંક્રમણને ફેલાવામાં મદદ મળી. પરંતુ હવે એવા મામલા પણ સામે આવી રહ્યા છે જેમાં સ્વસ્થ યુવાનોના પણ કોરોનાથી મોત થયા છે.

કોરોના વાયરસના કુલ મૃતકોની સંખ્યાનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. પરંતુ કોરોના હવે નવયુવાનોના જીવ લઈ રહ્યો છે. જાણકારોના કહેવા મુજબ, જે દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓ સારી નથી ત્યાં વધારે લોકોના મોત થઈ શકે છે.

WHOના અધિકારીએ ગત સપ્તાહે કહ્યું હતું કે, મહામારીમાં યુવાનો અને સ્વસ્થ લોકો પણ બાકાત નહીં રહે. વૃદ્ધો સૌથી વધારે ભોગ બનશે પરંતુ યુવાનોને કોરોના નહીં છોડે.