વિશ્વના ટોચના ધનિકે કોરોના સામે લડવા આપ્યા માત્ર 200 કરોડ રૂપિયા, જાણો કોણ છે આ સેલિબ્રિટી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2020 10:30 AM (IST)
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચૈને પણ 2.50 કરોડ ડોલર એટલે કે લગભગ રૂપિયા 190 કરોડનું દાન આપવાનો નિર્ણય કર્યો છે.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસ સામે લડવા માટે વિશ્વભરની સેલિબ્રિટી દાન કરી રહી છે ત્યારે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચૈને પણ 2.50 કરોડ ડોલર એટલે કે લગભગ રૂપિયા 190 કરોડનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. ઝુકરબર્ગની સંપત્તિ જોતાં આ રકમ બહુ નાની છે એવી ટીકાઓ થઈ રહી છે. ઝુકરબર્ગની ગણના વિશ્વમાં સૌથી ધનિક લોકોમાં થાય છે. ઝુકરબર્ગ દંપતિએ બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને 2.50 કરોડ અમેરિકી ડૉલર દાન આપશે જેથી કોરોના વાયરસથી ઝઝૂમતા લોકોને મદદ મળી શકે. માર્ક અને તેમની પત્નીની સંસ્થાનું નામ ચૈન ઝૂકરબર્ગ ઇનિશિએટિવ છે. આ ફંડનો ઉપયોગ કોવિડ-19ના સંભવિત સારવાર પર ખર્ચ કરવામાં આવશે. ઝૂકરબર્ગની પત્ની પ્રિસિલા ચૈને એક નિવેદનમાં કહ્યું કે, મને ગેટ્સ ફાઉન્ડેશનની સાથે જોડાવાનો ગર્વ થઇ રહ્યો છે. આ રીતે કોરોના વાયરસ સામે લડી શકાશે. ઝુકરબર્ગે કહ્યું કે, તેમનું ધ્યાન એ વાત પર વધારે છે કે કોઇ એવા સંગઠનને દાન આપવામા આવે જે કોરોના વાયરસ સામે લડવામાં મદદરૂપ થતી દવા બનાવવામાં લાગેલું હોય. ઝુકરબર્ગની સંસ્થાની સ્થાપના 2015માં કરવામા આવી હતી.