નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. હાલ કોરોના સંક્રમિતો દેશોની યાદીમાં ભારત વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે. પરંતુ આ દરમિયાન વિશ્વમાં આશરે એક ડઝન એવા દેશો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. આ દેશો કોરોનામુક્ત થવા પાછળ તેમના સ્થળ, કદ અને વસતી પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.


ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે નોર્થ કોરિયા, તુર્કમેનિસ્તાન, સોલોમોન આઈલેન્ડ, ફેડરેડેટ સ્ટેટ્સ ઓફ મિક્રોનેસિયા, ટોંગા, માર્શલ આઈલેન્ડ્સ સહિત એક ડઝન દેશો કોરોના મુક્ત થયા છે. કોરોના મુક્ત થયેલા દેશોનું લિસ્ટ આ પ્રમાણે છે.





વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 8 લાખ 96 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે તો 1 કરોડ 96 લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં હાલ 70 લાખ એક્ટિવ કેસ છે.

કોરોના સંક્રમણ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસથી ભારતમાં રોજ એક હજાર કરતાં વધારે મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 75,809 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,133 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 42,80,423 પર પહોંચી છે. જેમાંથી 8,83,697 એક્ટિવ કેસ છે અને 33,23,951 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાથી 72,775 લોકોના મોત થયા છે.