જિનેવાઃ કોરોના વાયરસ અંતિમ મહામારી નથી, વિશ્વએ આગળ પણ આ પ્રકારની મહામારીનો સામનો કરવો પડી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠના ડાયરેકટર ટેડ્રોસ અદનોમ ગ્રેબેયસસે કહ્યું કે, વિશ્વભરના દેશોએ ભવિષ્યમાં આવનારી મહામારી માટે તૈયાર રહેવું પડશે. તેમણે તમામ દેશોને મહામારીનો મુકાબોલ કરવા સ્વાસ્થ્ય સેવામાં સુધારો કરવાની સલાહ આપી છે.
ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે કહ્યું, આ અંતિમ મહામારી નથી. મહામારી જીવનનો એક હિસ્સો છે પરંતુ ભવિષ્યમાં આવનારી મહામારી માટે આપણે બધાએ તૈયાર રહેવું પડશે.
વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 8 લાખ 96 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે તો 1 કરોડ 96 લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં હાલ 70 લાખ એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમણ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસથી ભારતમાં રોજ એક હજાર કરતાં વધારે મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 75,809 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,133 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 42,80,423 પર પહોંચી છે. જેમાંથી 8,83,697 એક્ટિવ કેસ છે અને 33,23,951 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાથી 72,775 લોકોના મોત થયા છે.
મિત્રએ બર્થ ડે પાર્ટીના નામે બ્યૂટીશિયનને બોલાવી ઘરે, દારૂ પીવડાવ્યો ને પછી....
વિલન અને કોમેડી રોલ માટે જાણીતા એક્ટરનું થયું નિધન, 100થી વધારે ફિલ્મોમાં કર્યો હતો અભિનય
Corona Vaccine: રશિયામાં આમ જનતાને મળી કોરોના વેક્સીનની પ્રથમ બેચ, ભારત સહિત પાંચ દેશોમાં થશે ક્લિનિકલ ટ્રાયલ
WHOની ચેતવણીઃ કોરોના અંતિમ મહામારી નથી, ભવિષ્યમાં દુનિયા રહે તૈયાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 12:24 PM (IST)
વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 8 લાખ 96 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -