વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના મૃતકોની સંખ્યા મંગળવારે સવારે સુધીમાં વધીને 17 લાખ 06 હજારને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 99,805 પર પહોંચી છે. 4 લાખ 62 હજાર લોકો સ્વસ્થ થયા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 3,72,494 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 29,310 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂજર્સીમાં 1,56,602 કોરોના દર્દીમાંથી 11,155 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મેસાચુસેટ્સ, ઈલિનોયસ પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમણના મામલા અને તેનાથી થનારા મોતની સંખ્યા ઘટી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસથી થનારા મોતનો આંકડો એક લાખ પહોંચવાનો છે તેવા જ સમયે તેમણે આ ટ્વિટ કર્યુ છે. થોડા દિવસો પહેલા વ્હાઇટ હાઉસના અધિકારી ડૉ ડેબોરાહ બર્ક્સે કહ્યું હતું કે, હોસ્પિટલોમાં કોરોના દર્દીની સંખ્યામાં 50 ટકા સુધી ઘટાડો થયો છે.