વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. શનિવારે 67 હજાર મામલા નોંધાયા હતા અને 905 લોકોના મોત થયા હતા. અમેરિકામાં સતત 20મા દિવસે 50 હજારથી વધારે કેસ નોંધાયા છે. અહીંયા અત્યાર સુધીમાં 43 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.
અમેરિકામાં દસ લાખ કેસ નોંધાતા 98 દિવસનો સમય લાગ્યો હતો. પણ 30 લાખથી 40 લાખ સુધી પહોંચવામાં માત્ર 16 દિવસ લાગ્યા હતા. હાલ અમેરિકામાં દર કલાકે 2600 કેસોની સરેરાશ સાથે નવા કેસની સંખ્યા વધી રહી છે.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા શનિવારે સવાર સુધીમાં વધીને 43 લાખને પાર થઈ ગઈ છે. અહીંયા કુલ 1,49,398 લોકોના મોત થયા છે. જ્યારે 20 લાખ લોકો સાજા થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 47.72 ટકા છે. 20,72,000 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 47.72 ટકા છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વધારે 4,53,000 થી વધુ કેસ સામે આવ્યા છે. માત્ર કેલિફોર્નિયામાં 8,427 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂયોર્કમાં 4,39,235 કોરોના દર્દીમાં 32,739 લોકોના મોત થયા છે.
આ ઉપરાંત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા પણ ઘણા પ્રભાવિત છે. દેશના 12 રાજ્યોમાં એક લાખથી વધારે મામલા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં મૃતકોનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે.
દેશમાં કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ હાલ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યું છે, જાણો વિગત
Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 હજાર નવા કેસ, 905 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 08:57 AM (IST)
USAના 12 રાજ્યોમાં એક લાખથી વધારે મામલા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં મૃતકોનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -