નવી દિલ્હીઃ ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1400થી વધુ છે. ઇટાલીની સ્વાસ્થ્ય સેવાઓ પણ ખાડે ગઇ છે. એવામાં ઇટાલીની સરકારે નિર્ણય લીધો છે કે જે પણ વ્યક્તિ બેદરકારીથી કોરોના વાયરસને અન્ય લોકોમાં ફેલાવશે તો તેના પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે.


જો કોઇ કોરોના વાયરસથી સંક્રમિત શંકાસ્પદ હોય તો પોતાને સેલ્ફ આઇસોલેટ એટલે કે બધાથી અલગ નહી કરે તો તેને છ મહિનાથી લઇને ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ કોરોનાથી પીડિત વ્યક્તિ પોતાના કારણે બેદરકારીથી અન્યને સંક્રમિત કરશે તો તે વ્યક્તિ પર ઇન્ટરનેશનલ હત્યા એટલે કે ઇન્ટરનેશનલ હત્યાના ગુનામાં 21 વર્ષની જેલની સજા થઇ શકે છે.

નોંધનીય છે કે ઇટાલીમાં હાલમાં 21 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 1400થી વધુ લોકો માર્યા ચૂક્યા છે. ઇટાલીની સરકાર પુરી રીતે પરેશાન છે. આ જીવલેણ વાયરસનું બીજુ સૌથી મોટુ કેન્દ્ર ઇટાલી બન્યું છે. ઇટાલીના વડાપ્રધાને પાંચ મોટા વિસ્તારોને લોકડાઉન કર્યું છે.

ઇટાલીની સરકારના આ આદેશથી હવે લોમ્બાર્ડી, મોડેના, પર્મા, પિયાસેન્જો, રેજિયો એમિલિયા, રિમિની, પેસારો, અર્બિનો, એલેસાંડ્રિયા, અસ્તી, નોવારા, વર્બાનો, કુસિયો, ઓસોલા, વર્સિલી, પાદુઆ, ટ્રેવિસો અને વેનિસમા લગભગ 1.60 કરોડ લોકો પોતાના ઘરમાં કેદ છે. રેલવે, વિમાન અને બસ સેવાઓને બંધ કરવામાં આવી નથી. પરંતુ રેલવે સ્ટેશન, એરપોર્ટ્સ અને બસસ્ટેન્ડ પર ખૂબ જ ઓછા લોકો છે.  આ સાથે દેશમાં બાર અને રેસ્ટોરન્ટ ખુલ્લા છે પરંતુ સરકારી આદેશ આપ્યો છે કે એક ટેબલથી અન્ય ટેબલ વચ્ચેનું અંતર ત્રણ ફૂટ રાખવામાં આવે. લોકોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ ત્રણ ફૂટ દૂર રહે.