નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 4 કરોડને પાર કરી ગઈ છે. તેની સાથે જ કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 11 લાખ 50 હજારને પાર કરી ગઈ છે. બીજી બાજુ કોરોનાની સારવારનો દોવા કરતાં દવા કંપની ફાઇઝરના અધિકારીઓનું કહેવું છે કે, તે આ જ વર્ષે કોરોનાની રસી તૈયાર કરી લશે.


દિગ્ગજ ફાર્મા કંપની ફાઇજરના અધિકારીઓએ તેના પર વાત કરતાં કહ્યું કે, તે આશા રાખે છે કે કોરોનાની સારવાર માટે આ વર્ષે રસી લાવી શકે છે, તેની સાથે જ તેમનું કહેવું છે કે, ફાર્મા કંપની ફાઇઝરે ત્રીજા ક્વાર્ટરમાં ઘણો ઓછો નફો નોંધાવ્યો છે.

ફાર્મા કંપની ફાઇઝરના ચીફ એક્ઝીક્યૂટિવ અલ્બર્ટ બોર્લાનું કહેવું છે કે, કોરોના વિરૂદ્ધ તૈયાર કરવામાં આવી રહેલ રસીનું ટેસ્ટિંગ સમયસર પૂર્ણ થઈ જાય અને આ જ રસીને મંજૂરી મળી જાય તો તે વર્ષ 2020માં જ અમેરિકામાં રસીના 40 મિલિયનથી વધારે ડોઝનું પ્રોડક્શન કરી શકે છે.

ચીફ એક્ઝીક્યૂટિવ અલ્બર્ટ બોર્લાનું કહેવું છે કે, યોગ્ય સમયસર જો બધું ઠીક રહ્યું તો તે ડોજના વિતરણ માટે સમય પર તૈયાર રહેશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, તેમની કંપનીએ અમેરિકાની સરકાર સાથે કરાર કર્યો છે. જે અનુસાર તે આ વર્ષના અંતિ સુધીમાં 40 મિલિયન અને માર્ચ 2021ના અંત સુધી 100 મિલિયન ડોઝનું પ્રોડક્શન કરી શકે છે.