કોરોના સામે કાર્યવાહીઃ આ દેશમાં જે લૉકડાઉન તોડે તેને ગોળી મારી દેવાનો ઓર્ડર અપાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Apr 2020 04:01 PM (IST)
કોરોના વાયરસે વિશ્વભરના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. સમગ્ર વિશ્વમાં નવ લાખથી વધારે લોકો આ જીવલેણ વાયરસના ભરડામાં આવી ગયા છે અને 48,000થી વધારે લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ કોરોનાના કહેર આખી દુનિયામાં ફેલાયો છે, ત્યારે દરેક દેશો કોરોનાને રોકવા માટે અવનવી રીતો અપાનાવી રહ્યાં છે. હવે આ કડીમાં ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ નવી રીત અપનાવી છે, અને લૉકડાઉનને તોડનારાને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ પોતાની સરકાર, પોલીસ અને તંત્રને કહ્યું છે કે, દેશમાં જે પણ લોકો લોકડાઉનનુ પાલન ન કરે તેના પર કડક કાર્યવાહી કરો, તેમને તાત્કાલિક ગોળી મારી દો. રિપોર્ટ પ્રમાણે રોડ્રિગો દુતેર્તેએ પોતાના દેશના સુરક્ષાદળોને કહ્યું છે કે, આખા દેશમાં ચેતાવણી છે, આવા સમયે સરકારના આદેશોનુ પાલન કરો, કોઇપણ વ્યક્તિ સ્વાસ્થ્યકર્મી, ડૉક્ટરને નુકશાન ના પહોંચાડે. આ ગંભીર ગુનો બનશે. એટલા માટે હુ સુરક્ષાદળોને આદેશ આપુ છુ કે જે પણ લૉકડાઉનનુ પાલન ના કરે તેને તરત જ ગોળી મારી દો. નોંધનીય છે કે ફિલાપાઇન્સમાં હાલના સમયે 2311થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે 96 લોકો મોતને ભેટી ચૂક્યા છે. વિશ્વના આ દેશોમાં હજુ સુધી નથી નોંધાયો Corona નો એક પણ કેસ, આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે સંખ્યા