નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે એક દેશના રાષ્ટ્રપતિએ લોકડાઉન તોડનારા લોકોને ગોળી મારવાના આદેશ આપ્યા છે. આ દેશનું નામ છે ફિલીપિન્સ. ફિલીપિન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે જે કોરોના વાયરસ માટે લગાવવામાં આવેલા લોકડાઉનનું પાલન ના કરે તેમને તરત ગોળી મારી દેવામાં આવે.


રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુતેર્તેએ પોતાની સરકાર, પોલીસ અને વહીવટીતંત્રને કહ્યું કે, જે પણ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લોકડાઉનું પાલન ના કરે. કોઇ સમસ્યા પેદા કરે તો તેને તરત ગોળી મારી દેવામાં આવે. રોડ્રિગોએ પોતાના દેશના સુરક્ષાદળોને કહ્યું કે, આ આખા દેશ માટે ચેતવણી છે. હાલના સમયમાં લોકો સરકારના આદેશોનું પાલન કરે. કોઇ પણ સ્વાસ્થ્યકર્મી, ડોક્ટરને નુકસાન ન પહોંચાડે. આ એક ગંભીર ગુનો હશે. એટલા માટે હું પોલીસ અને સુરક્ષાદળોને આદેશ આપું છું કે જે લોકડાઉનમાં સમસ્યા ઉભી કરે તેમને તરત ગોળી મારી દેવામાં આવે.
આ પ્રથમવાર નથી જ્યારે રોડ્રિગોએ પોતાના દેશવાસીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ 2016-17માં રાષ્ટ્રપતિએ ડ્રગ ડીલર્સને કાયદાકીય કાર્યવાહી કર્યા વિના ગોળી મારવાના આદેશ આપ્યા હતા. નોંધનીય છે કે ફિલીપિન્સમાં અત્યાર સુધીમાં કોરોનાના 2311થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે 96 લોકોના મોત થયા છે.