પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું, મહામારી રોકવા અમે શક્ય તમામ પ્રયાસ કર્યા તેમાં જરા પણ શંકા નથી. જો અમે તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હોત તો વધારે કડક પગલાં લેવાની જરૂર પડત. રાત્રે કર્ફ્યુ 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે.
કર્ફ્યુ દેશના 308માંથી 121 મ્યુનિસિપલ સહિત લિસ્બન અને પોર્ટમાં લગાવવામાં આવશે. સોમવારે દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાગુ થશે. માત્ર રાત્રે કામ કરતા લોકોને છૂટ અપાશે. કોસ્ટાએ એમ પણ જણાવ્યું કે, 121 મ્યુનિસિપાલિટીમાં પોર્ટુગલની આશે 70 ટકા વસતી રહે છે અને લોકોને તેમના ઘરમાંથી નીકળવાની મંજૂરી નહીં રહે.
પોર્ટુગલમાં છેલ્લા 24 કલાકર દરમિયાન સંક્રમણના રેકોર્ડ 6640 કેસ નોંધાયા છે. આ આંકડો મહામારીની શરૂઆત કરતાં વધારે છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1,73,540 પર પહોંચી છે, જ્યારે મૃતકોની સંખ્યા 2848 થઈ છે.