આ વીડિયમાં કમલા હેરિસ બાઈડેન કહી રહી છે કે, “આપણે કરી બતાવ્યું જો, આપ સંયુક્ત રાજ્ય અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છો.” આ ફોન કોલ હેરિસના તે સમયનો હતો જ્યારે તે વોક પર નીકળી હતી.
જો બાઈડેને શનિવારે સંયુક્ત રાજ્યના રાષ્ટ્રપતિ-ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમણે 290 ઈલેક્ટોરલ વોટ મેળવ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો અમેરિકાના ઈતિહાસમાં 78 વર્ષની વયના સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનશે.
હેરિસે પોતાના રાષ્ટ્રના નામે પ્રથમ સંબોધનમાં કહ્યું કે, “હું આ કાર્યાલયમાં પ્રથમ મહિલા હોઈ શકું છું. પણ હું છેલ્લી નહીં હોઉં.” ડેલાવેયરમાં વિજયી રેલીમાં કમલા હેરિસે કહ્યું કે, “આજે રાતે દરેક નાની છોકરી જોઈ રહી હશે કે આ સંભાવનાનો દેશ છે. ”
ઉલ્લેખનીય છે કે, ટ્રંમ્પ સાથે કાંટાની ટક્કર હોવા છતાં બાઈડેનને વોશિંગટન, ઓરેગન, કેલિફોર્નિયા, કોલોરાડો, ન્યૂ મેક્સિકો, મિનેસોટા, વિસ્કોન્સિન, ઈલિનોઈસ, મિશિગન, પેન્સિલ્વેનિયા, ન્યૂ યોર્ક, વરમોટ, ન્યૂ જર્સી, વર્જીનિયા રાજ્યો અને ડેલાવેયર, કનેક્ટિક્ટ, કોલંબિયા અને મેરીલેન્ડ જિલ્લામાં ભારે સમર્થન મળ્યું હતું.