નેધરલેન્ડ્સ, બેલ્જિયમમાં ફરી કોરોનાનો કેસ
ડચ મીડિયામાં કહેવામાં આવ્યું છે કે, નેધરલેન્ડમાં બીજી વખત ચેપ લાગનાર વૃદ્ધની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હતી. વાયરસ વૈજ્ઞાનિક મરિઓન કૂપનામ્સે કહ્યું, “સામાન્ય લક્ષણની સાથે લાંબા સમય સુધી લોકોનું સંક્રમિત થવું સામાન્ય વાત છે. કેટલાક કેસમાં સંક્રમણ વધી જાય છે.” તેમણે જણાવ્યું કે, સંક્રમણના બન્ને કેસમાં જેનેટિસ ટેસ્ટિંગની જરૂરત છે. જેથી જાણી શકાય કે શું હાલમાં વાયરસમાં કોઈ ફેરફાર છે. એક અન્ય વાયરસ વૈજ્ઞાનિક માર્ક વાને ડચ મીડિયાને કહ્યું, “બેલ્જિયમના દર્દીમાં વિકસિત એ્ટી બોડીઝ વધારે મજબૂત ન હતા.” તેમણે કહ્યું કે, આ સારા સમાચાર નથી. જોકે હાલમાં એ સ્પષ્ટ નથી કે શું આ દુર્લભ કેસ છે કે પછી કોરોનાથી ઠીક થઈ ગયેલ લોકોને ફરીથી મોટી સંખ્યામાં ચેપ લાગવાનું જોખમ છે.
શું કોવિડ-19ની બીજી લહેર છે?
હોંગકોંગમાં એક જ વ્યક્તિને બીજી વખત કોરોનાને ચેપ લાગવા પર વૈજ્ઞાનિક હેરા રહી ગયા હતા. 33 વર્ષિય વ્યક્તિ ઓગસ્ટની મધ્યમાં સ્પેનનો પ્રવાસ કરી હોંગકોંગ પરત ફરી હતી. આ દરમિયાન જેનેટિક ટેસ્ટમાં કોરોના વાયરસના અલગ સ્ટ્રેનનો ખુલાસો થયો. નિષ્ણાંતોએ ચેતવ્યા કે કોરોનાથી ઠીક થયા બાદ બેદરકારી ન રાખી જોઈએ. કારણ કે નેદલેન્ડ્સ અને બેલ્જિયમમાં એક જ વ્યક્તિને ફરીથી કોરોનાનો ચેપના ઉદાહણથી જાણવા મળે છે કે કોરોના વિરૂદ્ધ લાંબા સમય સુધી ઇમ્યુનિટી નથી રહેતી. જોકે કેટલાક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આ રામબાણ હોઈ શકે છે. તેમનું કહેવું છે કે, બીજી વખત ચેપ લાગવો એ અમ્યુનિટી હજુ પણ હોવાની નિશાની હોય છે.