નવી દિલ્હીઃ ઇટલીના અનેક ચર્ચની બહાર અનેક તાબૂક એવા પડ્યા છે કે દફનાવા માટે કોઈ નથી. હવે આ કામમાં સેનાની મદદ લેવામાં આવીરહી છે. સેનાના જવાબ આ તાબૂતોને દફન કરવામાં મદદ કરી રહ્યાં છે. બુધવાર સુધી અહીં 2978 લોકો મરી ગયા છે. જેટલી ઝડપથી ઇટલીમાં મરનારા લોકોના આંકડા સામે આવી રહ્યા છે તે અનુસાર ગુરુવારે ત્યાં મરનારા લોકોની સંખ્યા ચીનમાં મરનારા કરતાં પણ વધી ગઈ છે. ચીનમાં છેલ્લા ત્રણ મહિનામાં 3245 લોકોના મોત થયા છે.

ઇટલીમાં ગઈકાલે જ એક દિવસમાં 475 લોકોના મોત થયા હતા. આ પહેલા ઇટલીમાં એક દિવસમાં 368 લોકોના મોત થયા હાત. કોઈપણ દેશમાં કોરોના વાયરસથી એક દિવસમાં થયેલ આ સૌથી વધારે મોત છે. ધ ગાર્જિયનના રિપોર્ટ અનુસાર ઇટલીના લોમ્બાર્ડીના બેરગામો વિસ્તારમાં સ્થિતિ એટલી ખરાબ છે કે અહીં બુધવારે રાત્રે સેનાને બોલાવવી પડી જેથી અહીં ચર્ચની બહાર રાખવામાં આવેલ 65 તાબૂકોને કબ્રસ્તાન સુધી લઈ જઈ શકાય.



આર્મી પ્રવક્તાએ જણાવ્યું છે કે આજે નજીકના પ્રાંતમાં મૃતદેહો મોકલવા માટે 15 ટ્રક તૈનાત કરવામાં આવ્યા છે. બરગામોમાં અંતિમક્રિયા વિધીના સ્થળના અધિકારી ગિયાકોમો એન્જેલોનીએ જણાવ્યું હતું કે આ સપ્તાહની શરૂઆતમાં દિવસમાં 24 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવે છે જે સામાન્ય કરતા બે ગણી છે. વધુ પડતા લોકોના મોત નીપજ્યા હોવાના કારણે બરગામોના સ્થાનિક સત્તાવાળાઓએ મદદની અપીલ કરી છે.



મૃતદેહોને લઈ જતા આર્મીના ટ્રકને જોઈને એક ઈટાલિયન વ્યક્તિએ લખ્યું છે કે અમારા દેશના ઈતિહાસની સૌથી દુઃખદ તસવીરો. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, આ યુદ્ધની તસવીર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે અમે ઈટાલીયન છીએ અને આ એ સમય છે જે અમારામાંથી શ્રેષ્ઠ બાબત બહાર લાવી રહ્યો છે. અમે ઝડપથી આ મુશ્કેલીમાંથી બહાર આવી જઈશું.