ન્યૂયોર્કઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને અમેરિકાએ મોટું પગલું ઉઠાવ્યું છે. ટ્રમ્પ સરકારે શુક્રવારે સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરતા ચીનનો પ્રવાસ કરી ચૂકેલા વિદેશી નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. તે સિવાય તે અમેરિકના નાગરિક કે જે છેલ્લા બે સપ્તાહની અંદર ચીનનો પ્રવાસ કરી ચૂક્યા છે તેઓને 14 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.
આ જાહેરાત અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવસેવા સચિવ એલેક્સ અજાર તરફથી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કેટલાક સમય અગાઉ રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ઉત્તરી કેલિફોર્નિયામાં સાતમા અમેરિકન કોરોના વાયરસના કેસની પુષ્ટી થઇ હતી.
અમેરિકાએ એક નિવેદનમાં કહ્યું કે, આ પ્રતિબંધ રવિવારથી લાગુ થઇ જશે. તે સિવાય અમેરિકાના ન્યૂયોર્ક, શિકાગો, એટલાન્ટા, લોસ એન્જલસ, સૈન ફ્રાસિસ્કો, સિએટલ અને હોનોલૂલૂમાં ઇન્ટરનેશનલ અમેરિકન એરપોર્ટ પર ચીનના વ્યવસાયિક ઉડાણો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોરોના વાયરસઃ ચીનનો પ્રવાસ કરી ચૂકેલા વિદેશી નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2020 10:19 PM (IST)
તે સિવાય તે અમેરિકના નાગરિક કે જે છેલ્લા બે સપ્તાહની અંદર ચીનનો પ્રવાસ કરી ચૂક્યા છે તેઓને 14 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -