બેઇજિંગઃ કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે ચીને રવિવારે પીડિત દર્દીઓને એક અલગ વિસ્તારમાં રાખવા અને પ્રભાવિત વિસ્તારના લોકોને અવરજવર પર રોક સહિતના અનેક પગલા ભર્યા છે. આ બધાની વચ્ચે કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 361 થઇ ગઇ છે, જ્યારે 14,000 લોકો સંક્રમિત છે.

ચીનના મંત્રાલયે કહ્યું કે, હાલની પરિસ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ત્રીજી ફેબ્રુઆરીથી રોજ પ્રેસ કૉન્ફરન્સ ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યા છે. ચીનથી બહાર કોરોના વાયરસથી પહેલુ મૃત્યુ ફિલિપાઇન્સમાં થયુ છે.

ભારત સહિત 25 દેશો સુધી આ વાયરસ પહોંચી ચૂક્યો છે. ફિલિપાઇન્સમાં જે ચીની વ્યક્તિનુ મોત થયુ છે તેની ઉંમર 44 વર્ષની છે. કહેવાઇ રહ્યું છે કે મૃતક વ્યક્તિ 21 જાન્યુઆરીએ કોરોના વાયરસના કેન્દ્ર વુહાનમાંથી 38 વર્ષીય ચીની મહિલા સાથીની સાથે ફિલિપાઇન્સ આવ્યો હતો.



કહેવાઇ રહ્યુ છે કે આ વધારે પડતો તાવ હોવાના કારણે ચીનના અધિકારીઓએ 10 ભારતીયોને સ્પેશ્યલ વિમાનમાં બેસવાની અનુમતી નથી આપી. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યુ કે હુબેઇમાં હજુ પણ લગભગ 100 ભારતીય હાજર છે. ચીનના સ્વાસ્થ્ય વિશેષણોનું કહેવુ છે કે આગામી બે અઠવાડિયામાં સંક્રમણના કેસો ઝડપથી વધી શકે છે.



ચીનમાં કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂએ માજા મુકી છે. લોકોમાં ગંભીર બિમારી થવાની સંભાવના ખુબ વધી ગઇ છે. ચીનના હુનાના પ્રાંતમાં મુરગીઓની વચ્ચે ખતરનાક એચ5એન1 ફેલાવવાનો મામલો સામે આવ્યો છે. હુનાન હુબઇના દક્ષિણી સીમાની પાસે આવેલુ છે. અહીં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસથી 300થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, એક ચીની અખબારના રિપોર્ટમાં આ માહિતી રવિવારે મળી હતી.