વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાયરસ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા 30 હજારને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2100થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ દેશમાં કોરનોથી અત્યાર સુધીમાં કુલ 34500 લોકોના મોત થયા છે. આ મહામારીથી વિશ્વમાં સૌથી વધારે મોત અમેરિકામાં થયા છે.

અમેરિકા બાદ ઇટલીનો નંબર આવે છે જ્યાં 21645 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે ઇટલીની જનસંખ્યા અમેરિકાની વસ્તી કરતાં પાંચમા ભાગની છે. સ્પેનમાં 19130 અને ફ્રાન્સમાં 17167 લોકોના મોત થયા છે.

બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં લોકડાઉન ખોલવાના ત્રણ તબક્કાનો પ્લાન ગવર્નરો સાથે શેર કર્યો છે. અમેરિકામાં ક્યાં અને ક્યારે લોકડાઉન ખુલશે તેને લઈને અંતિમ નિર્ણય ગવર્નર લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમનું પ્રસાસન સંઘીય દિશાનિર્દેશો બહાર પાડી રહ્યા છે. આ ગાઈડલાઈન અનુસાર ગવર્નર પોત પોતાના રાજ્યોમાં સ્થિતિને જોતા લોકડાઉન તબક્કાવાર રીતે ખોલી શકે છે. અંતિમ નિર્ણય તેમનો જ હશે. જોકે આ ગાઈડલાઈનમાં કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

ટ્રમ્પ તરફથી શેર કરવામાં આવેલ આ ડોક્યૂમેન્ટનું નામ ‘ઓપનિંગ અપ અમેરિકા’ છે. આ ડોક્યૂમેન્ટમાં ગવર્નરોને વિસ્તારથી અમેરિકામાં લોકડાઉન ખત્મ કરવા માટે ત્રણ તબક્કા વિશે લખવામાં આવ્યું છે. આ ડોક્યૂમેન્ટ અનુસાર કોઈપણ ફેઝનું લોકડાઉન ખોલવા માટે એ રાજ્યએ પોતાને ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા અને પોઝિટિવ ટેસ્ટમોમાં ઘટાડા થવો જરૂરી છે.

તમને જણાવીએ કે અમેરિકામાં અત્યાર સુધી 6.7 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. જ્યારે તેના કારણે 34000થી વધારે લોકોના મોત થયા છે. અહીં 29 હજારથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.