હાલમાં જ ટ્રંપે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ, તેમના પ્રતિનિધિમંડળના એક અધિકારી કોરોના પોઝિટવ હોવાનું સામે આવ્યું હતું. તેના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે પણ કહ્યું હતું કે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવશે. શુક્રવારે ટ્રંપનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વ્હાઈટ હાઉસના ડૉક્ટરોએ મીડિયાને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રંપની કોરોના રિપોર્ટ નેગેટિવ છે.
ઉલ્લેખની છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 5,832 ના મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલીમાં છે.
ભારતમાં અત્યાર સુધી 84 કેસ નોંધાયા છે. આગરાના જિલ્લા અધિકારીએ એક મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ મહિલા કોરોના સંદિગ્ધ હતી અને બંગલુરુ, દિલ્હી થઈને આગરા પહોંચી હતી.