પાકિસ્તાનની ઈમરાન સરકારને મોટો ઝટકો, ઈન્ટરનેશનલ ટ્રિબ્યૂને ફટકાર્યો 580 કરોડ ડૉલરનો દંડ, જાણો શું છે મામલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 03:19 PM (IST)
દંડને લઈને ઈન્ટરનેશનલ સેન્ટરમાં પાકિસ્તાને કહ્યું કે, આ ભારેભરખમ દંડમાં રાહત આપવામાં આવે કારણ કે, જો તે આ મોટી પેનલ્ટી આપે છે તો, તેને કોરોના મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
NEXT
PREV
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલાથી ખૂબજ ખરાબ છે. પોતાની જરૂરતો માટે વર્લ્ડ બેન્ક અને આઈએમએફ સિવાય અન્ય દેશો પાસે નાણાકીય મદદ માંગતુ રહે છે અને હાથ ફેલાવતું રહે છે. એવામાં પાકિસ્તાન માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે જેણે વડાપ્રધાન ઈમરાન ખાનના હોશ ઉડાડી દીધાં છે. ઈન્ટરનેશનલ ટ્રિબ્યૂને પાકિસ્તાનને 5.8 બિલિયન ડૉલર એટલે કે 580 કરોડ ડૉલરનો દંડ ફટકાર્યો છે. આ દંડ એટલા માટે ભારે ભરખમ છે, કારણ કે પાકિસ્તાનની જીડીપીના લગભગ બે ટકાની બરાબર છે.
શા માટે પાકિસ્તા પર લાગ્યો 580 કરોડ ડૉલરનો દંડ
ઈન્ટરનેશનલ ટ્રિબ્યૂને પાકિસ્તા પર આ દંડ ઓસ્ટ્રેલિયાઈ કંપનીના ખનન પટ્ટો રદ કરવા પર લગાવ્યો છે. પાકિસ્તાનની સરકારે બલુચિસ્તાનમાં ટેથ્યાન કૉર્પ નામક કંપનીને લીઝ પર માઈનિંગની મંજૂરી આપી હતી પરંતુ આ ખનન પટ્ટાને પાકિસ્તાને રદ્દ કરી દીધો છે. ટેથ્યાન કંપનીમાં ઓસ્ટ્રેલિયાની કંપની બેરિક ગોલ્ડ કોર્પ અને ચિલીની કંપની એન્ટોફગસ્ટો પીએલસી બરાબરીની પાર્ટનર છે. જ્યારે પાકિસ્તાની હુકૂમતે બલૂચિસ્તાનમાં આપવામાં આવેલા ખનન પટ્ટાને રદ કરતા ટેથ્યાન તેમની વિરુદ્ધ વર્લ્ડ બેન્કમાં પહોંચી હતી. કંપનીએ વિશ્વ બેન્કના ઈન્વેસ્ટમેન્ટ ઝગડાના ઉકેલ માટે ઈન્ટરનેશનલ સેન્ટજરમાં પાકની ફરિયાદ કરી જેના બાદ આંતરરાષ્ટ્રીય કેન્દ્રએ પાકિસ્તાન સરકારને દોષી ઠેરવી હતી અને તેના પર 5.8 કરોડ ડૉલરનો દંડ ફટકાર્યો છે.
પાકિસ્તાને વર્લ્ડ બેન્ક ઈન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઑફ ઈન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટથી દંડ ન વસૂલવાની અપીલ કરી છે. જેના પર હાલમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર વિચાર કરી રહ્યું છે. જો આ અપીલને નકારી દેવામાં આવે છે તો, પાકિસ્તાનને આ દંડ ભરવો પડશે. વાસ્તવમાં, પાકિસ્તાન બલૂચિસ્તાન પ્રાંતના રેકો ડિક જિલ્લામાં આવેલી ગોલ્ડ અને કૉપર સહિત મિનરલ સંપત્તિને પોતાની સ્ટ્રેટેજિક નેશનલ પ્રૉપર્ટી માને છે અને તેમનું કહેવું છે કે, ત્યાં આપવામાં આવેલા ખનન પટ્ટાને રદ કરવાને તેનો અધિકાર છે.
આ સિવાય આ દંડને લઈને ઈન્ટરનેશનલ સેન્ટરમાં પાકિસ્તાને કહ્યું કે, આ ભારેભરખમ દંડમાં રાહત આપવામાં આવે કારણ કે, જો તે આ મોટી પેનલ્ટી આપે છે તો, તેને કોરોના મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
જો કે, ઑસ્ટ્રેલિયાઈ કંપની ટેથ્યાન સાથે પાકિસ્તાને ડીલ કરી હતી તેની વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે, બલૂચિસ્તાનનાા રેકો ડીકમાં 3.3 બિલિયન અમેરિકી ડૉલરના ખર્ચથી એક વર્લ્ડ ક્લાસ ગોલ્ડ કૉપરની ઓપન માઈનિંગ થવાનું હતું પરંતુ પાકિસ્તાને વચન તોડી દીધું છે અને પ્રોજેક્ટ થઈ શક્યો નહીં. જેના કારણે ટેથ્યાન વિશ્વ બેન્કના ઈન્ટરનેશનલ સેન્ટર પહોંચી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -