નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ મહામારીનો કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે હવે તેની રસી પર વિશ્વની નજર ટકેલી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વેક્સીનને લઈ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાની વેક્સીન જલદી ઉપલબ્ધ થશે.

અમેરિકન સરકારે જણાવ્યું કે, કોરોના વેક્સીન માટે આમ આદમી પાસેથી પૈસા લેવાનો સવાલ જ ઉભો નથી થતો. ટ્રમ્પ સરકાર દ્વારા તમામ રાજ્યોને એક બુકલેટ દ્વારા જાણ કરવામાં આવી છે. બુકલેટ મુજબ, વેક્સીન લગાવવાના અભિયાન માટે હેલ્થ એજન્સીઓ તથા રક્ષા વિભાગે યોજના તૈયાર કરી છે. જે માટે ચાલુ વર્ષના અંત સુધીમાં કે આગામી વર્ષે જાન્યુઆરીમાં અભિયાન શરૂ કરવામાં આવી શકે છે.

વેક્સીનના ડિસ્ટ્રીબ્યૂશનનું કામ પેંટાગોન કરશે પરંતુ તેને લગાવવાનું કામ સિવિલ હેલ્થ વર્કર્સ કરશે. આ બાજુ યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ, અમેરિકામાં કોરોના વાયરસની અસર ડિસેમ્બર 2019માં થઈ હતી. રિસર્ચમાં સામે આવ્યું કે અમેરિકાની અનેક હોસ્પિટલો તથા ક્લીનિક્સમાં દર્દીની સંખ્યા અચાનક વધી ગઈ હતી.

વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના કેસની સંખ્યા 68,28,301 પર પહોંચી છે અને 2,01,348 લોકોના કોરોનાથી મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ