સમગ્ર દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોનાની રસી બનાવવામાં 160 દેશો સામેલ છે તેમાં રશિયા સૌથી આગળ છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રશિયા 12 ઓગસ્ટે કોરોનાની વેક્સીન ધરાવનારો પ્રથમ દેશ બનશે. આ રસી રશિયાના ગામાલેયા નેશનલ રિચર્સ સેન્ટર અને રશિયન સરંક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે.


રશિયાએ તૈયાર કરેલી વેક્સીનને રજિસ્ટર્ડ કરવા માટે તમામ તૈયારી થઈ ગઈ છે. મીડિયાના અહેવાલો પ્રમાણે રશિયા વેક્સીનનું 12મી ઓગસ્ટે રજિસ્ટર કરાવશે. રજિસ્ટર્ડ થયા બાદ રશિયા કોરોના મહામારી સામે લડવા માટે રસી તૈયાર કરનારો પ્રથમ દેશ બની જશે.

ડબલ્યૂએચઓ એક્સપર્ટનુ વેક્સિનને લઈને કહેવું છે કે વેક્સિનનો પહેલો યૂઝ 2021 સુધી થાય એવી આશા ના રાખી શકાય. ડબલ્યૂએચઓના ઇમર્જન્સી પ્રોગ્રામ ચીફ માઇક રયાને કહ્યું કે, નિષ્પક્ષ વેક્સિન ડિસ્ટ્રીબ્યૂટર કરવા માટે કામ કરી રહ્યું છે, પરંતુ હાલ વાયરના પ્રસારને રોકવો મહત્વપૂર્ણ છે, કેમકે દુનિયાભરમાં રોજ કેસો ઝડપથી વધી રહ્યાં છે.

રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ નિષ્ણાંતોએ જે રીતે રસી તૈયાર કરવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ રશિયાને કોરોના રસી નિશ્ચિત ગાઈડલાઈન્સ પ્રમાણે, સલામત અને અસરકારક બની રહે તે રીતે વિકસાવવાની કડક સલાહ આપવામાં આવી હતી. આ દરમિયાન લંડનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચેપના નવા એક હજાર કરતાં વધારે કેસ નોંધાયા છે.