કોઇપણ ડીલ માટે સૌથી મોટો પડકાર 6 ઓગસ્ટે ટ્રમ્પ પ્રશાસનનો કાર્યકારી આદેશ છે, જે ટિકટૉક મૂળ કંપની બાઇટડાન્સને અમેરિકામાં લેવડદેવડને સંભાળતા રોકે છે, આદેશ 45 દિવસની અંદર પ્રભાવી હોય છે. પ્રશાસન ચીની સ્વામિત્વ વાળી એપને એક સંભવિત સુરક્ષા ખતરો માની રહ્યું છે. આમ છતાં બાઇટડાન્સ અમેરિકનોના ડેટાને ચીની સરકાર સાથે શેર નથી કર્યો. આનુ હજુ કોઇ સબુત પણ મળ્યો નથી. ટિકટૉકે કહ્યુ કે, તે ટ્રમ્સ સરકારના પ્રસાશનને પડકાર આપવાની તૈયારી કરી રહ્યુ છે.
ટ્વીટર અને ટિકટૉક વચ્ચે ભલે વાત ચાલી રહી છે પરંતુ અહીં માઇક્રૉસૉફ્ટ બોલી લગાવવાના મામલે હજુ પણ રેસમાં આગળ છે. સુત્રો અનુસાર ટ્વીટરની પાસે 30 બિલિયન ડૉલર (23 બિલિયન પાઉન્ડ)નું માર્કેટ કેપિટલાઝેશન છે, જે ટિકટૉકની એસેટ્સની વેલ્યૂએશની બરાબર છે.
ગયા અઠવાડિયે ટ્રમ્પે ચીની આધારિત માલિકોની સાથે ટ્રાન્ઝેક્શન પર રોક લગાવવાને લઇને ખુલાસો કર્યો, આમાં વીચેટ અને ટિકટૉક એપ સામેલ છે. જેના કારણે બન્ને દેશો વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે એ પણ કહ્યું હતુ કે,તે આ અઠવાડિયે ટિકટૉક અમેરિકન ઓપરેશન્સ ખરીદવા માટે માઇક્રોસૉફ્ટના પ્રયાસોનુ સમર્થન કરશે. વળી તેને એ પણ કહ્યુ હતુ કે તે 15 સપ્ટેમ્બરે આ એપ્સને બેન કરી દેશે.