રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર 2019ના અંતમાં ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે ધાતકરૂપ ધારણ કરતાં દુનિયાભરમાંથી 7900 લોકોના જીવ લઇ લીધા છે. આ ઉપરાંત દુનિયાભરમાં હજુ પણ 198,000 લોકો આ વાયરસથી સંક્રમિત છે. કોરોનાના કારણે વિદેશોની હાલત ખરાબ થઇ ગઇ છે. જાણો અહીં વિદેશોમાં કઇ કઇ વસ્તુઓ પર હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે........
જાણો કયા દેશે શેના પર લગાવ્યો પ્રતિબંધ
તુર્કીઃ- રિપોર્ટ પ્રમાણે ગ્રીસ અને બુલ્ગારિયા સાથે જોડાયેલી બોર્ડર બંધ કરવી પડી છે.
યુએઇઃ- નાગરિકોના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લગાવાયો છે.
સ્પેનઃ- બધી હૉટલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ન્યૂયોર્કઃ- વૉલ સ્ટ્રીટ એક હજાર પૉઇન્ટ નીચે પડ્યુ, 1985 બાદ પહેલીવાર આવુ બન્યુ છે
પોર્ટુગલઃ- સ્ટેસ ઇમર્જન્સીની જાહેરાત કરવામાં આવી છે
શ્રીલંકાઃ- યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે શ્રીલંકાના બધા ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરાવવામાં આવ્યા છે.
ચીલીઃ- 90 દિવસ માટે સ્ટેટ ઇમર્જન્સી લાગુ કરાઇ.
રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર 2019ના અંતમાં ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે ધાતકરૂપ ધારણ કરતાં દુનિયાભરમાંથી 7900 લોકોના જીવ લઇ લીધા છે.