વર્લ્ડૉમીટર અનુસાર, મહામારીના કારણે દુનિયાભરમાં મરનારાઓની સંખ્યા 2 લાખ 33 હજારને પાર થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 85,960 નવા કેસો નોંધાયા છે અને મૃત્યુઆંકમાં 5,800નો વધારો થયો છે.
વર્લ્ડૉમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 33 લાખ 04 હજાર 297 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાં 10 લાખ 39 હજાર લોકો બિમારીથી મુક્ત પણ થયા છે.
કોરોના સંક્રમિત દેશો, મોતના આંકડા સાથે.....
અમેરિકામાં કોરોનાના કારણે લગભગ એક ચતુર્થાંસ મોત થયા છે, અમેરિકા બાગદ સ્પેનમાં 24,543 લોકોના મોત અને સંક્રમિતોન સંખ્યા 239,639 છે. ત્રીજા નંબર પર ઇટાલી છે અહીં 27,967 લોકોના મોત થયા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 205,463 પર પહોંચી છે.
યુકેઃ 171,253 કેસ, 26,771 મોત
ફ્રાન્સઃ 167,178 કેસ, 24,376 મોત
જર્મનીઃ 163,009 કેસ, 6,623 મોત
તુર્કીઃ 120,204 કેસ, 3,174 મોત
રશિયાઃ 106,498 કેસ, 1,073 મોત
ઇરાનઃ 94,640 કેસ, 6,028 મોત
બ્રાઝીલઃ 85,380 કેસ, 5,901 મોત
ચીનઃ 82,862 કેસ, 4,633 મોત
કેનેડાઃ 53,236 કેસ, 3,184 મોત
બેલ્ઝિયમઃ 48,519 કેસ, 7,594 મોત
ખાસ વાત છે કે, દુનિયાના પાંચ દેશ અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાન્સ અને બ્રિટન એવા છે, જેમાં મોતનો આંકડો 20 હજારથી વધુ છે.