Death Penalty In Qatar: કતરમાં કોર્ટે ગુરુવારે (26 ઓક્ટોબર)  8 ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે મૃત્યુદંડના નિર્ણયથી આશ્ચર્યચકિત છીએ અને વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.


 


 






મંત્રાલયે કહ્યું, અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ. અમે આ બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે. આ નિર્ણયને કતરના સત્તાવાળાઓ સામે પણ ઉઠાવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ આઠ લોકો કતર સ્થિત અલ દહરા કંપની(Al Dahra Company)માં કામ કરે છે.


આઠ મહિના પહેલા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓની કતરમાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થઈ હતી. આ તમામ અધિકારીઓ ભારતીય નૌકાદળમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. તેના પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે.


વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ. અમે આ બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે. આ નિર્ણય અંગે કતરના સત્તાધીશો સાથે પણ વાતચીત કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ મામલામાં કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.


આ આઠ પૂર્વ નૌસૈનિકોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશનો સમાવેશ થાય ે. આ તમામની જાસૂસીના આરોપમાં પૂછપરછ માટે તેમના સ્થાનિક નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.