વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર (NSA) રોબર્ટ ઓબ્રાયન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. વ્હાઈટ હાઉસે તેની પુષ્ટી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓબ્રાયન સેલ્ફ આઈસોલેટ થયા છે.

વ્હાઈટ હાઉસે કહ્યું, 'રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને સંક્રમણની ચપેટમાં આવવાનો ખતરો નથી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું કામ બરોક-ટોક ચાલી રહ્યું છે.'



આ સમાચાર સૌથી પહેલા બ્લમૂબર્ગ ન્યૂઝે આપ્યા હતા તેણે કહ્યું હતું કે એક પારિવારિક કાર્યક્રમ બાદ ઓ બ્રાયન આ વાયરસની ચપેટમાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પ્રેસ સચિવનો અંગત કર્મી પહેલા સંક્રમિત મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકા કોરોના વાયરસથી દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત છે. અહી અત્યાર સુધીમાં 4,233,764 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેમાંથી અત્યાર સુધીમાં 146,934 લોકોના મોત થયા છે.