ઇસ્લામાબાદઃ કોરોના સંકટનો સમગ્ર વિશ્વ સામનનો કરી રહ્યું છે. દુનિયાના તમામ દેશમાં હાલમાં દુઆ કરી રહ્યા છે કે બધું ઝડપથી ઠીક થઈ જાય. જોકે આ સંકટની વચ્ચે પણ પાકિસ્તાનનો અમાનવીય ચેહરો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે કરાચીમાં પ્રશાસનને હિંદુઓને રાશન આપવાની ના પાડી દીધી છે.


કરાચીના રેહડી ધોથમાં હજારો ગરીબ લોકો અનાજ અને જીવનજરૂરિયાત વસ્તુ લેવા પહોંચ્યા હતા. જોકે ત્યાં પહોંચવા પર અનેક હિંદુઓને નિરાશા હાથ લાગી હતી. તેમને કહેવામાં આવ્યું કે, તે ચાલ્યા જાય રાશન માત્ર મુસલમાનોને જ મળશે. ત્યાંના સિંધના પ્રશાસને સ્થાનીક ગરીબ મજૂરો માટે રાશન વહેંચવાની વ્યવસ્થા કરી હતી.

એક સામાજિક કાર્યકર્તાએ કહ્યું કે, હિંદુઓને કહેવામાં આવ્યું કે તેમને ખાવાનું આપવામાં નહીં આવે કારણકે રાશન માત્ર મુસલમાનો માટે છે.

રાજનીતિક કાર્યકર્તા ડો. અમજદ અયૂબ મિર્જાએ કહ્યું કે, અલ્પસંખ્યકોને હવે ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમમે પીએમ મોદીને સિંધમાં માનવીય સંકટને રોકવા માટે વિલંબ કર્યા વગર હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. જણાવીએ કે, પાકિસ્તાનમાં પણ કોરોનાનો કહેર યથાવ છે. અત્યાર સુધી 1500થી વઘારે લોકો કોરોના વાયરસને કારણે સંક્રમિત છે.