તેમણે કહ્યું કે આ સંકટ એટલા માટે પણ મોટું છે કારણ કે આ બીમારી દુનિયામાં તમામ લોકો માટે ખતરો છે અને તેની અર્થવ્યવસ્થા પર એવી અસર થશે કે છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી મંદી આવશે. દુનિયામામં અસ્થિરતા, અશાંતિ અને ટકરાવ વધશે. આ બધાને જોતા લાગે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદનું આ સૌથી મોટું સંકટ છે.
ગુટરેસે કહ્યું કે, આ સંકટનો મજબૂત અને અસરકારક ઉકેલ ત્યારે સંભવ છે જ્યારે તમામ લોકો એકસાથે તેની સામે લડે. આ માટે આપણે રાજકીય ખેલ બંધ કરવા પડશે અને સમજવું પડશે કે માનવ જાતિ દાવ પર લાગી છે. તેમણે કોરોના વાયરસથી સામાજિક અને આર્થિક પ્રભાવનો રિપોર્ટ રજૂ કરતા આ વાત કરી હતી.