બ્રિટિશ સરકારના MHRAના સુત્રો અનુસાર, ફાઇઝરની વેક્સિન કૉવિડ-19 દર્દીઓ માટે વધુ અસરકારક સાબિત થઇ છે. ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને સરકારે મંજૂરી આપી દીધી જે આગામી સપ્તાહે આવી જશે. અમેરિકા અને યુરોપના ફેંસલા પહેલા ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપનારો યુકે પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. આ વેક્સિન આગામી અઠવાડિયે અવેલેબલ થઇ જશે.
ખાસ વાત છે કે થોડાક દિવસ પહેલા જ ફાઇઝર કંપનીએ જાહેરાત કરી હતી કે, કંપની એવી વેક્સિન બનાવામાં સફળ થઇ છે, જે કોરોના વાયરસ સામે 96% અસરદાર છે. બ્રિટનની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રૉડક્ટ્સ રેગ્યૂલેટરી એજન્સીએ ફાઇઝર અને બાયૉએનટેક કોરોના વાયરસ વેક્સિનની નિરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી, આ હાલ પ્રૉસેસ ચાલુ છે.