Covid-19: કૉવિડ-19 મહામારીથી આખી દુનિયામાં કોહરામ મચી ગયો છે. દુનિયાના 200 થી વધુ દેશો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 34 કરોડ 98 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 27 કરોડ 81 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા બાદ ઠીક થઇ ગયા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 6 કરોડ 60 લાખથી વધુ છે. વળી, મોતનો આંકડાની વાત કરીએ તો આખી દુનિયામા આ મહામારીના કારણે અત્યાર સુધી 56 લાખ 10 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
જાણકારી અનુસાર, દુનિયાભરમાં છેલ્લા ત્રણ દિવસોમાં એક કરોડથી વધુ કેસો સામે આવ્યા છે. વળી એવરેજ દરરોજ લગભગ 9000 લોકો જીવ ગુમાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે સંક્રમણથી બચવા માટે દુનિયાભરમાં કેટલાય દેશો રસીકરણ અને બુસ્ટર ડૉઝનુ અભિયાન ઝડપથી ચલાવી રહ્યાં છે.
અમેરિકામાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને અહીં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે. અમેરિકા લગભગ 8 લાખથી વધુ કોરોના દર્દીઓની સાથે ટૉપ પર છે. આખી દુનિયામાં 6.60 કરોડ એક્ટિવ કેસમાં એકલા અમેરિકામાં 2.65 કરોડ કોરોનાના એક્ટિવ કેસ છે.
આ પણ વાંચો..................
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી
કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ
Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન