નવી દિલ્હીઃ કોરોના સામે લડવા માટે દુનિયાભરના દેશો કૉવિડ-19 વેક્સીનેશની સ્પીડમાં વધારો કરી રહ્યાં છે. વધુમા વધુ અને જલદીમાં જલદી વેક્સીનેશન થાય તેના પર દરેક દેશની સરકાર ધ્યાન આપી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે સમાચાર છે કે, પેસેફિક રાષ્ટ્ર પલાઉએ રેકોર્ડ સર્જ્યો છે. પલાઉ નામના દેશમાં 99 ટકા વેક્સીનેશન થઇ  ચૂક્યુ છે, એટલે કે હવે એક ટકા થઇ જતા તે 100 ટકા વેક્સીનેશન વાળો દેશ બની જશે. રેડ ક્રૉસે ગુરુવારે આપેલા એક રિપોર્ટમાં કહેવાયુ  છે કે, પલાઉના લોકો ફૂલ્લી વેક્સીનેટેડ થઇ ચૂક્યા છે.


ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રૉસે (IFRC) જણાવ્યુ છે કે, પલાઉની કુલ વસ્તીના 99 ટકા લોકો કૉવિડ 19 વેક્સીનથી કવર થઇ ચૂક્યા છે, અને આ  દેશને વેક્સીનેશન માટે રિમાર્કેબલ કરવામાં આૉવી છે. રેડ ક્રૉસનુ કહેવુ છે કે, દેશમાં 18000 કુલ વસ્તી છે, જેમાંથી લગભગ 16,152 લોકોનુ કૉવિડનુ રસીકરણ કરવામાં આવ્યુ છે, આ તમામ લોકોને બન્ને ડૉઝ આપી દેવામાં આવ્યા છે, અને બાકી રહેલા લોકોને નજીકના દિવસોમાં વેક્સીનેટ કરવામાં આવશે. આ ઉપરાંત પલાઉ, ફીજી અને કૂક આઇલેન્ડ પર રહેતા લોકોને બહુ  જલદી વેક્સીન આપવામાં આવશે. FRCની પેસિફિક ઓફિસે જણાવ્યુ કે, હાલમાં વાવાઝોડાની સિઝન ચાલી રહી છે, લોકોના ઘરેને નુકસાન થયુ છે, દેશમાં મોટાભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયુ  છે, અને દેશ કૉવિડ -19 કન્ટેન્ટ માટે જરૂરિયાત મેળવી રહ્યો છે. 


દુનિયાના દેશો હાલ વેક્સીનેશને પુરજોશમાં ચલાવવા પર ભાર મુકી રહ્યાં છે,  ભારતની વાત કરીએ તો ભારતમાં 95 કરોડ લોકોને વેક્સીનેટ કરવામાં આવી ચૂક્યા છે. આ વાતનો ખુલાસો ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યો છે. માંડવીયાએ કહ્યું કે દેશ 100 કરોડ ડૉઝ લગાવીને એક નવો ઇતિહાસ રચશે. દેશમાં વેક્સીનની જરૂરિયાત પુરી થઇ ગયા બાદ આપણે વેક્સીનની એક્સપોર્ટ કરીશુ. એક દિવસમાં લગભગ એક કરોડ વેક્સીન લગાવવામાં આવી રહે છે, દેશમાં કોરોના રસીકરણ અભિયાને અડધુ અંતર કાપી લીધુ છે. 31 ડિસેમ્બર સુધી તમામ વયસ્કોના લક્ષ્યની રસીકરણના લક્ષ્યના હિસાબે જોઇએ તો આગામી લગભગ પોણા ત્રણ મહિનામાં બાકીના અડધી દુરી પુરી કરી લઇશુ. લક્ષ્યને પુરો કરવા માટે શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ 19 રાજ્યો સાથે બેઠક કરી હતી.