લંડનઃ  બ્રિટન (Britain)માં એક 13 વર્ષીય છોકરાના કારણે કેટલાય લોકોનો જીવ જોખમમાં મુકાઇ ગયો. ખરેખરમાં બન્યુ એવુ કે છોકરાએ સળગતી મીણબત્તીની પાસે ઉભા રહીને ડિયોડ્રેન્ટ (Deodorant) સ્પ્રેસ છોડ્યો, જેનાથી આગ લાગી ગઇ, અને આખી બિલ્ડિંગમાં અફડાતફડી મચી ગઇ હતી. લગભગ 70 ફાયર ફાઇટરે સમય પર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી  લીધો હતો. આ દૂર્ઘટના લંડન સ્થિત એક મલ્ટીસ્ટૉરી બિલ્ડિંગમાં મોડી રાત્રે ઘટી હતી. 


‘ધ સન’ના રિપોર્ટ પ્રમાણે, 13 વર્ષીય છોકરાને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. છોકરાની માંએ બતાવ્યુ કે દૂર્ઘટના તે સમય ઘટી જ્યારે તેનો છોકરો ડિયોડ્રેન્ટ (Deodorant)નો ઉપયોગ કરી રહ્યો હતો. તેને કહ્યું કે, - દીકરો જ્યારે ડિયોડ્રેન્ટ લગાવી રહ્યો હતો ત્યારે પાસે જ ટી લાઇટ કેન્ડલ રાખેલી હતી. ડિયોડ્રેન્ટના કેટલાક છાંટા તેના પર પડ્યા અને અચાનક આગ લાગી ગઇ હતી. આગ લાગવાથી એક મોટો ધડાકો  થયો, જેનાથી બેડરૂમની બારીઓના કાંચ તુટી ગયા હતા. પછી  જોતજોતામાં આગ આખી બિલ્ડિંગમાં પ્રસરવા લાગી હતી. જોકે આ આ બધાની વચ્ચે ફાયર બ્રિગેડને કૉલ કરી દીધો હતો. અને થોડીક જ વારમાં 70 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. રાત્રે 8 વાગ્યા બાદ આ ઘટનાથી લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી, અને લોકો બિલ્ડિંગની નીચે ઉતરી ગયા હતા. 


 




ખાસ વાત છે કે, આ  દૂર્ઘટનામાં છોકરો બહુજ ખરાબ રીતે બળી ગયો હતો, તેના પેટ અને હાથ પર ખુબ મોટી  ઇજા થઇ હતી.  પીડિતને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. છોકરાની માંએ  કહ્યું- જે સમયે  ઘટના ઘટી ત્યારે હું નજીકમાં જ સામાન ખરીદવા ગઇ હતી. મારી દીકરીએ કૉલ કરીને બતાવ્યુ કે ઘરમાં આગ લાગી ગઇ છે. હુ તરત જ ઘરે પહોંચી ને જોયુ તો ચારેય બાજુ આગ જ આગ ફેલાઇ હતી. ડિયોડ્રેન્ટમાં કેમિકલ હોવાથી આગ લાગવાના પુરેપુરા ચાન્સીસ હોય છે.