નવી દિલ્હીઃ રસીના બંને ડોઝ લઈ ચુકેલા ભારતીયોને યુકેના પ્રવાસ દરમિયાન હવેથી 10 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન નહીં થવું પડે. યુકેએ ભારતને રેડ ઝોનમાંથી દૂર કરીને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે બ્રિટનની ટ્રાફિક લાઇટ સિસ્ટમ અંતર્ગત આ લિસ્ટના દેશોમાંથી આવતા લોકોએ હવે 10 દિવસ હોમ ક્વોરકન્ટાઈન નહીં થવું પડે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે.


યુકેના પરિવહન સચિવે ટ્વીટ કરીને લખ્યું, યુએઈ, કતાર, ભારત અને બહેરીનને રેડ લિસ્ટમાંથી ગ્રીન લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. વિશ્વભરમાં પરિવારો, મિત્રો અને વ્યવસાયો સાથે જોડાવા ઈચ્છુક લોકો માટે આ સારા સમાચાર છે. જેનો શ્રેય રસીકરણ કાર્યક્રમને જાય છે.


આ નિર્ણય બ્રિટન જતાં ભારતીય પ્રવાસીઓ માટે રાહતભર્યો છે. તેમણે 10 દિવસ ક્વોરન્ટાઈન નહીં થવું પડે પરંતુ પ્રસ્થાનના ત્રણ દિવસ પહેલા કોવિડ રિપોર્ટ કરાવવો પડશે અને ઈંગ્લેન્ડમાં ઉતર્યા બાદ પણ ટેસ્ટ કરાવવો પડશે.


દેશમાં કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે.  રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 39,700 નવા કેસ નોંધાયા હતા અને 43,910 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે 491 લોકોના મોત થયા હતા. ગઈકાલે 617 લોકોના મોત થયા હતા.  આમ બે દિવસમાં 1108 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 68 લાખ 10 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  જેમાંથી ગઈકાલે જ 55,91,657 લોકોને રસીના ડોઝ અપાયા હતા.



  • કુલ કેસઃ 3,19,34,455

  • એક્ટિવ કેસઃ 4,06,822

  • કુલ રિકવરીઃ 3,10,99,7711

  • કુલ મોતઃ 4,27,862


ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. અત્યાર સુધી ત્રણેક કરોડ થી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.જોકે, શહેરીજનો કરતાં ય ગામડાના લોકોએ લોકજાગૃતિના દર્શન કરાવ્યા છે કેમકે, ગુજરાતમાં 887 ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ  છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે.