નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્ધ લડવા અમેરિકી સંસ્થા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સીન ( Covid-19 vaccine)ને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરીમાં 12થી 15 વર્ષના બાળકોનો પણ હવે સમાવેશ કર્યા છે. પરંતુ તેને લઈને માતા-પિતાને વેક્સિનને લઈને ચિંતા થઈ રહી છે. એવામાં સવાલ એ છે શું તમારા બાળકોને વેક્સીન આપવી જોઈએ કે નહીં ?
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 10 મેથી રસીકરણમાં બાળકોને સામેલ કરવાનો મોટો નિર્ણય લીધો છે. તેમાં 12 થી 15 વર્ષના બાળકોને ફાઈઝર-બાયોએનટેક(Pfizer-Biontech)ની કોવિડ-19 વેક્સિનની ઈમરજન્સી ઉપયોગની મંજૂરીને લંબાવી છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પોતાના સલાહકાર જૂથની બેઠક પછી, 12 મેના રોજ આ ઉંમરના બાળકોને રસી આપવાને સમર્થન આપનારી ભલામણો કરી હતી. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. વર્જિનિયા યુનિવર્સિટીના પેડિયાટ્રિક્સના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ડેબી એન શિર્લેએ બાળકો માટે કોવિડ -19 રસી આપવા અંગે માતા-પિતાની કેટલીક ચિંતાઓને લઈને સંબોધન કર્યું હતું.
શું બાળકોમાં વેક્સિન અસરકારક છે ?
ફાઈઝર-બાયોએનટેક દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ડેટાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે , "હા." કોવિડ -19 રસી ખરેખર આ વય જૂથમાં અસરકાર છે. તેવું જાણવા મળ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 12-15 વર્ષના બાળકો પર માનવ પરીક્ષણ દરમિયાન સિમ્પટોમેટિક કોવિડ -19 ને રોકવા માટે આ રસી 100 ટકા અસરકારક હોવાનું જણાયું હતું. રસીના રિસ્પોન્સમાં કિશોરોમાં એન્ટિબોડીનું પ્રમાણ વધ્યું છે અને તેની રોગપ્રતિકારક રિસપોન્સ પણ 16-25 વર્ષના પુખ્ત વયના લોકો જેટલો મજબૂત જોવા મળ્યો છે.
બાળકો પર કેવા પ્રકારના સાઈડ ઈફેક્ટસ થઈ શકે ?
રસીકરણ બાદ બાળકોમાં સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ અનુભવ કરી શકાય છે. સાઈડ ઈફેક્ટ્સમાં સૌથી વધુ દુખાવો અને ઈંજેક્શનવાળી જગ્યાએ પર સોજો જોવા મળે છે. આ સિવાય થાક અને માથામાં દુખાવો પણ થઈ શકે છે. કેટલાક બાળકોએ તાવ, ધ્રુજારી, માંસપેશીમાં દુખાવો અને સાંધામાં દુખાવો અનુભવ થયા છે. જે બીજા ડોઝ બાદ વધારે સામાન્ય થઈ શકે છે. આ સાઈડ ઈફેક્ટ્સ થોડા સમય માટે જ હોય છે. વધારેમાં વધારે એક થી 2 દિવસની અંદર સાજા થઈ જાય છે. જો કે, ઈંજેક્શન લગાવતી વખતે કેટલાક બાળકો બેહોશ પણ થઈ શકે છે. જો તમારા બાળકો સાથે આવી સ્થિતિ સર્જાય તો રસીકરણ કેન્દ્ર પર પહેલા જાણકારી આપો.
બાળકો વચ્ચે કેવા પ્રકારની ગંભીર રિએક્શન રહ્યું છે ?
ફાઈઝર-બાયોએનટેકના માનવ પરીક્ષણમાં રસીકરણ સંબંધિત કોઈ પણ પ્રકારની આડ અસર થઈ હોય એવું જાણવા મળ્યું નથી. વૃદ્ધોમાં ગંભીર એલર્જી રિએક્શન ભાગ્યેજ જોવા મળ્યા છે. જો તમારા બાળકોમાં વેક્સિનથી કોઈ પણ પ્રકારનું એલર્જી રિએક્શન કે ગંભીર એલર્જી રિએક્શન અગાઉ પણ થયું હોય તો, વેક્સિન કેન્દ્રના પ્રશાસકને જાણ કરો જેથી તમારા બાળકને વેક્સિન લગાવ્યા બાદ ઓછામાં ઓછા 30 મિનિટ મોનિટરિંગ કરી શકાય .